સાવરકુંડલા તાલુકાના થોરડી ગામનાં એક ઉત્સાહી યુવાને પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં છેવાડાનાં થોરડી ગામનાં વતની જનકભાઈ બી.બરવાળીયાએ પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી. તેઓએ પોતાનાં માતુશ્રીની યાદમાં થોરડી ગામનાં ગ્રામજનોને ચકલીનાં માળા તેમજ ભરઉનાળે પક્ષીઓને પીવાનાં પાણીનાં માટીનાં કુંડાનું વિતરણ કર્યું હતું અને એક અનેરી પહેલ દ્વારા જન્મદિવસની ઉજવણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ પરિવાર થોરડી ગામનાં તમામ ગ્રામજનોને સાથે રાખી છેલ્લા એક દસકાથી થોરડી ગામની અનેક મુશ્કેલીઓનું નિવારણ કર્યું છે. આ પરિવાર દ્વારા જમીનનાં ભૂગર્ભજળને ઊંચા લાવવા ગામમાં ૫૦ ખેતતલાવડી તથા ૩૦ મોટા તળાવ બંધાવી આપેલ છે અને આજે ખેડૂતો પોતાનાં ખેતરમાં ત્રણ ત્રણ પાક લઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી છે.સમગ્ર ગામ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને આખા થોરડી ગામને હરીયાળુ બનાવી દીધેલ છે. ઈશ્વર આવા સત્કાર્યો કરવાવાળા આ પરિવારને દીર્ઘાયુ તથા તંદુરસ્તી બક્ષે તેવી થોરડી ગામનાં તમામ સમાજનાં ગ્રામજનોએ મળીને દિલથી પ્રાર્થના કરી છે અને અભિનંદન પણ પાઠવ્યા છે.
થોરડી ગામના ઉત્સાહી યુવાને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.


















Recent Comments