fbpx
ગુજરાત

દક્ષિણ ગુજરાતના ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ

તાપી ઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં વરસાદ પડતાં હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં ૬,૩૯૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી ૩૦૫.૪૭ ફૂટ પર પોહચી છે. નોંધનીય છે કે તાપી નદી પર બનેલો ઉકાઈ ડેમ સરદાર સરોવર પછી ગુજરાતમાં બીજા નંબરનો સૌથી મોટો જળાશય છે તેને વલ્લભ સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૭૨માં બનેલો આ ડેમ સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણ માટે છે. આશરે ૬૨,૨૨૫ કિમીના કેચમેન્ટ વિસ્તાર અને લગભગ ૫૨,૦૦૦ હેક્ટરના પાણીના વિસ્તરણ સાથે તેની ક્ષમતા લગભગ ભાખરા નાંગલ ડેમ જેટલી છે. આ ડેમ સુરતથી ૯૪ કિમી દૂર છે.

Follow Me:

Related Posts