અમરેલી

દામનગર ઠાંસા રોડ મફત પ્લોટ ના રસ્તે કોઝવે ઉપર સ્ટ્રીટ લાઈટ મુકવામાં પાલિકા તંત્રને કેમ રસ નથી

દામનગર શહેર ના ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના રસ્તા ઉપર આવેલ કોઝવે ના બંને છેડે અને સેન્ટ્રલ માં સ્ટ્રીટ લાઈટ મુકવી જરૂરી ખૂબ મોટી આર્થિક પછાત વસાહત ઠાંસા રોડ મફત પ્લોટ માં જતા રસ્તા ઉપર બેઠા કોઝવે ના બંને છેડે તેમજ સેન્ટ્રલ માં સ્ટ્રીટ લાઈટ ની તાતી જરૂરિયાત આ અંગે સ્થાનિક પાલિકા સમક્ષ અવાર નવાર રહીશો ની રજૂઆતો છતાં સ્થાનિક પાલિકા તંત્ર ને સ્ટ્રીટ લાઈટ મુકવા માં કેમ રસ નથી? પશુપાલકો ની વિશેષ વસ્તી હોય જાહેર અવેડા ની પણ માંગ પાલિકા સમક્ષ કરાયેલ અને સ્ટ્રીટ લાઈટ ની માંગ કરતા રહીશો ને ચૂંટણી સમયે હથેળી માં ચાંદ દેખાડી જતા રહેલ નેતા ઓ ક્યાં ? આટલી મોટી આર્થિક પછાત વસાહત માં જતા રસ્તા ઉપર બેઠા કોઝવે માં જાહેર સ્ટ્રીટ લાઈટ મૂકી મફત પ્લોટ વિસ્તાર ને પ્રાથમિક સુવિધા તો આપો 

Related Posts