દામનગર શહેર માં જાહેર રસ્તા ઉપર અકસ્માતે પડી ગયેલ ઢેલ પ્રત્યે મુસ્લિમ મહેબૂબ ની માનવતા વેજનાથ મંદિર સામે ચા ની કીટલી ચલાવતા યુવક ને રોડ પર અકસ્માતે પડી ગયેલ ઢેલ ઉપર નજર પડતા ત્વરિત લઈ ને પશુ ચિકિત્સકો અને વન વિભાગ ને જાણ કરી જ્યાં સુધી ઘાયલ ઢેલ ને સુરક્ષિત સારવાર માં ન લેવાય ત્યાં સુધી પોતા ની ચા કીટલી બંધ રાખી દામનગર વન વિભાગ અને કરુણા નેચર નર્સરી ના અર્જુનભાઇ અને રાઠોડભાઈ ને ઘાયલ ઢેલ સોંપી સારવાર અને સુરક્ષા ની ખાત્રી મેળવી ઢેલ નું ભવિષ્ય સુનિશ્ચિત કર્યું હતું સવાર ના આઠ આસપાસ ના સમયે ચાની કીટલી ચલાવતા મહેબૂબભાઈ ની હોટલ સામે રોડ ઉપર તડફડતી ઢેલ ઉપર નજર પડતા જ જીવદયા ના હિમાયતી મહેબૂબભાઈ એ વિના વિલંબ ઢેલ ને લઈ પશુ ચિકિત્સક અને વન વિભાગ ના કર્મી ઓને જાણ કરી અને ઘાયલ ઢેલ ને સારવાર કરી દામનગર નર્સરી ના કર્મચારી ઓને સોંપી હતી
દામનગર શહેર માં અકસ્માતે ઘાયલ ઢેલ માટે કરુણા ચાની કીટલી ચલાવતા મહેબૂબ ની માનવતા


















Recent Comments