‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’ હેઠળ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ સ્થિત ‘લોકવિદ્યા મંદિર હાઈસ્કૂલ’ ખાતે દેશભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા એકસૂરે પૂર્ણ ‘વંદે માતરમ્’નું ભાવપૂર્ણ ગાન કરી રાષ્ટ્રભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શરદભાઈ ગૌદાણી અને શ્રી લાલભાઈ મોર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી શૈલેષભાઈ બરવાળીયા તેમજ થોરડી ગામના સરપંચ શ્રી વિપુલભાઈ બરવાળિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા યુવા ભાજપ મંત્રી શ્રી સંજયભાઈ બરવાળિયા, તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી શૈલેષ બારૈયા, યુવા મોરચાના પ્રમુખ શ્રી શૈલેષ ઝાપડા, મહામંત્રી શ્રી જયસુખભાઈ મુંધવા અને શ્રી ગણપતભાઈ નસિત તથા યુવા કાર્યકર્તા શ્રી મોહિત મહેતા સહિતના અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


















Recent Comments