શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલામાં પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજની કુલ ૪૫ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શિક્ષકની ભૂમિકા ભજવી હતી, જેમાં પ્રિન્સિપાલ તરીકે તેજલ બારૈયા અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે જાદવ મહેકે સફળ કામગીરી સંભાળી હતી.
પ્રાસંગિક ઉદબોધનમાં પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબે શિક્ષકની ફરજ, કર્તવ્ય અને સક્ષમતા વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચૌહાણ રાબિયા અને ચૌહાણ તાહેરાએ કર્યું હતું, જ્યારે આયોજન પ્રા. કે.બી. પટેલ અને ડો. કે.પી.વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષક બનેલી વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. અંતમાં જાદવ મહેકે આભારવિધિ આટોપી હતી. સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


















Recent Comments