fbpx
અમરેલી

ધારી માર્કેટયાર્ડ માં ટેકા ના ભાવે ચણા તુવેર ની ખરીદી સેન્ટર ની મુલાકાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા એ ખેડૂતો ની સુવિધા માટે મંડળી પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા ની વ્યવસ્થા થી ખુશી વ્યક્ત કરી

ગુજરાત સરકાર દ્વારા તુવેર તથા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે ધારી તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવનાબેન ગોંડલિયાની આગેવાની અને માર્ગદર્શન માં ધારી સેન્ટર પર ખેડૂતો માટે ચા-પાણી નાસ્તા ની સુવિધા સાથે ખેડૂત ઓફિસ ની મુલાકાત જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા તેમજ ધારી મામલતદાર શ્રી યે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા મંડળી દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ વિશે કલેકટર સાહેબ ને માહિતગાર કર્યા હતા .સાથે સાથે સંપૂર્ણ  ડોક્યુમેન્ટ કમ્યુટર રાઈઝ કરવામાં આવેલ હતા. કલેકટરશ્રી એ ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પ્રથમ વખત ખેડૂતોને સન્માન સાથે ખરીદી કરવામાં આવી રહી છે તેનાથી અમે આનંદ અનુભવીએ છીએ મંડળી ની પદ્ધતિ પ્રશંસનીય છે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા ને સુંદર વ્યવસ્થા બદલ અભિનંદન પાઠવતા જિલ્લા કલેકટર શ્રી મકવાણા સાહેબે ખૂબ ખુશી વ્યક્ત કરી 

Follow Me:

Related Posts