fbpx
અમરેલી

ધારી શહેરના તમામ ભાજપ ઉમેદવારોના ફોર્મ મામલતદાર સમક્ષ રજૂ

જિલ્લા પંચાયત બેઠક પર ભુપતભાઈ વાળા સહિત તાલુકા પંચાયતની ચારેય બેઠકો પર તમામ ઉમેદવારો રમેશભાઈ વાઘેલા, જયદિપભાઈ બસીયા, અન્નુભાઈ લલીયા, જયશ્રીબેન કાનાણીએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા*

પંચાયતોની ચૂંટણીમાં* ધારી શહેર અને પાડોશી પરાવિસ્તારની કુલ ૪ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ચારેય ઉમેદવારો તેમજ જિલ્લા પંચાયત ઉમેદવાર તરફથી ઉમેદવારી પત્રો ભરી રજૂ કરી દેવાયા છે

ધારી-૧૨ જિલ્લા પંચાયત બેઠક પરના રિપીટ ઉમેદવાર ભુપતભાઈ વાળા સહિત શહેર અને પાડોશી પરાવિસ્તારની કુલ મળી ૪ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભરી મામલતદાર સમક્ષ રજૂ કરી દીધા છે જેમાં ધારી તાલુકા પંચાયત ૧-નંબર બેઠક પર રમેશભાઈ વાઘેલા, ૨-નંબર બેઠક પર જયદિપભાઈ બસીયા, ૩-નંબર બેઠક પર અન્નુભાઈ લલીયા, ૪-નંબર બેઠક પર જયશ્રીબેન કાનાણી દ્વારા વિજય વિશ્વાસ સાથે ભાજપ તરફથી ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા

*ધારી જિલ્લા પંચાયત બેઠક પર ભુપતભાઈ વાળાને* ભાજપે પુનઃ રિપીટ કર્યાં છે તેઓ બે ટર્મથી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કાર્યરત છે તેમની આ સતત ત્રીજી ટર્મ થશે એકદમ સરળ સ્વભાવના ક્ષત્રિય ઉમેદવાર ભુપતભાઈ સતત પ્રજાના કાર્યો માટે સક્રિય છે નાના ગરીબ અને જરૂરીયાતમંદ લોકો માટે હૃદયપૂર્વક શ્રમ કરે છે તેમની જીત એ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની જીત થશે

*ધારી તાલુકા પંચાયત ૧-નંબર બેઠક પર રમેશભાઈ વાઘેલા* જેઓના ધર્મપત્ની શ્રીમતી પ્રભાબેન વાઘેલા ગ્રામપંચાયત સદસ્ય છે અને એકદમ સેવારત છે એક અવાજ પર લોકો માટે દોડી જતા રમેશભાઈ વાઘેલા કોળી અગ્રણી અને જ્ઞાતિ માટે સતત ચિંતા કરતા કાર્યકર છે રમેશભાઈની જીત થાઈ તો તેમને બાવડુ પકડી ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ કામ ચીંધી શકે તેવું વ્યક્તિત્વ તેમનું છે

ધારી તાલુકા પંચાયત ૨-નંબર બેઠક પર જયદિપભાઈ બસીયા* જેઓ ગ્રામપંચાયત સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન છે પંચાયતમાં બે ટર્મથી સેવારત છે પોતાની કુનેહ અને સુઝબુજથી પંચાયતના અલગ અલગ વોર્ડમાં બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરે છે ક્ષત્રિય પ્રતિભા જયદિપભાઈ યુવા નેતૃત્વ પર ખાસ પ્રભુત્વ ધરાવે છે ગત વિધાનસભાની ચૂંટણીમાં યુવા મોરચાને વારંવાર તેમણે દિપાવી પોતાની શક્તિનો પરિચય આપ્યો હતો જેથી તેઓ ભાજપના સૌકોઈ પદાધિકારીઓમાં ખાસ પ્રિય છે

*ધારી તાલુકા પંચાયત ૩-નંબર બેઠક પર અન્નુભાઈ લલીયા* જેઓ નિવૃત્ત તલાટી કમ મંત્રી અને મુસ્લિમ પ્રતિભા છે ઝર ગામના પ્રતિષ્ઠિત લલીયા પરિવારમાંથી આવતા અન્નુભાઈ બુદ્ધિશાળી પરિપક્વ અને કોઠાસૂઝથી ભરપુર છે તેમની જીત એટલે ભાજપ પક્ષને ઓફિસીયલી માર્ગદર્શન તેમજ સુસાનની સતત પ્રેરણારૂપ સાબિત થશે સંબંધોમાં માનનારા લલીયા પરિવારના આ ઉમેદવારને જાહેર જીવનમાં બહોળો અનુભવ છે

*ધારી તાલુકા પંચાયત ૪-નંબર બેઠક પર જયશ્રીબેન કાનાણી* જેઓ ભાજપના જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે સેવારત અતુલભાઈ કાનાણીના ધર્મપત્ની છે અને પટ્ટેલ સમાજના મહિલા આગેવાન છે ભાજપની મહિલા પાંખના જયશ્રીબેન સરળ નિખાલસ ગૃહિણી છે પ્રેમપરા ગામના તમામ રાજકીય આગેવાનોની સર્વ સંમતિથી તેમણે ઉમેદવારી કરી છે જયશ્રીબેન કાનાણી વિજય પામે તો તેઓ ભાવી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ સેવા આપી શકે છે

Follow Me:

Related Posts