ગુજરાત

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહ પ્રધાનના નિવેદન બાદ સત્ય શું છે? શા માટે કરિયર માટે વિદેશ ગમન પસંદ કરે છે લોકો

હમણાં તાજેતરમાં જ બનેલી ઘટનાએ સૌ કોઈના દિલને ઝંઝોડી નાખ્યા છે અમેરિકા જવા માંગતું ફેમિલી બોર્ડર પર ઠંડીમાં ઠુઠવાઈ દેવલોક પામ્યું છે ત્યારે ત્યારબાદનો વિવાદ શમવાનું નામ નથી લેતો. શા માટે લોકો વિદેશ ગમન પસંદ કરી રહ્યા છે એમ? શા માટે લોકોને વિદેશમાં જ પોતાનું કરિયર બનાવવાનું પસંદ છે? તેને લઈને રાજકારણ પણ ચૂંટણી પહેલાં ઘરમાં જોવા મળી રહ્યું છે.

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન કર્યું હતું કે અહીંયા પૂરતી તકો નથી એટલા માટે લોકો વિદેશ વસવાટ કરવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે બીજા દિવસે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી એ એવું નિવેદન કર્યું હતું કે અહીંયાં વિપુલ તકો રહેલી છે એટલે કે અહીંયા ઘણી તકો રહેલી છે પરંતુ હકીકતમાં સત્ય શું છે તે પણ ઘણા લોકોને ખ્યાલ છે. ખાસ કરીને અહીંયા યુવાનો બેકાર બની રહ્યા છે પરંતુ તેમને જે પ્રકારની તકો ભણ્યા બાદ મળવી જોઈએ તે નથી મળી રહી.

અહીં લોકો મહેનત કરી રહ્યા છે પરંતુ મહેનત પ્રમાણે વળતર મળવું જોઇએ તે નથી મળી રહ્યું. અહીં લોકો મોટી મોટી ડીગ્રીઓ ધરાવે છે પરંતુ તેની સામે નોકરીઓ મળતી નથી આ તમામ કારણો વિદેશ જવા પર લોકોને મજબૂર તો કરી રહ્યા છે. પરંતુ તેમાં પણ સૌથી મોટું કારણ કોર્પોરેટ કલ્ચરમાં પણ હવે પોલીટીકસ જોવા મળી રહ્યું છે એકબીજાને ટાંગ ખેંચાઈ અહીંયા થતી હોય છે. જેના કારણે લોકો હતાશ અને નિરાશ થઈ રહ્યા છે.

આ તમામ કારણો જવાબદાર છે કે લોકો હતાશ અને નિરાશ બની વિદેશ તરફ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે એટલા માટે જ કેટલાક લોકો બોર્ડમાં ખોટી રીતે પણ ઘૂસીને વિદેશમાં વસવાટ યેન કેન રીતે કરવાનું પસંદ કરે છે.

Related Posts