સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ડેટિંગ કરી રહ્યાં હોવાનું લાંબા સમયથી કહેવાય છે. વિવિધ પાર્ટીમાં સાથે જાેવા મળતા પલક અને ઈબ્રાહિમ સાથે ફિલ્મ જાેવા ગયા હતા. મોડી રાત્રે ફિલ્મ જાેઈને બહાર નીકળતી વખતે બંને સાથે સ્પોટ થયા હતા. બંનેના વીડિયો બહાર આવ્યા બાદ ડેટિંગની અટકળોને સમર્થન મળ્યું છે. બોલિવૂડમાં જાેડીઓ બનવાની અને તૂટવાની ઘટનાઓ અવિરત છે. આ પ્રવાહમાં લેટેસ્ટ લવ બર્ડ્સ તરીકે પલક-ઈબ્રાહિમનું નામ બોલાય છે. પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ઈબ્રાહિમ અલી ખાન પોતાના પિતાની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવા માગતો નથી. ઈબ્રાહિમ ડાયરેક્શનની ટ્રેનિંગ લઈ રહ્યો છે. ૨૮ જુલાઈએ રિલીઝ થનારી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ઈબ્રાહિમે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે.
પલક તિવારી-ઈબ્રાહિમ વચ્ચે ડેટિંગની અટકળોને સમર્થન મળ્યું


















Recent Comments