fbpx
બોલિવૂડ

૨૬/૧૧ હુમલાની ૧૬મી વરસી પર રોહિત શેટ્ટીએ એક પોસ્ટ કરી અને લખ્યું

બહાદુરી, બલિદાન અને સ્થિતિસ્થાપકતાને ક્યારેય ભૂલી શકાશે નહીં વર્ષ ૨૦૦૮માં ૨૬ નવેમ્બરે દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શહેરમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. તે આતંકવાદી હુમલામાં લગભગ ૧૬૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે મંગળવારે આ ઘટનાને ૧૬ વર્ષ થઈ ગયા છે, પરંતુ તે ભયાનક યાદો આજે પણ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકના મનમાં તાજી છે. આ હુમલાને ‘૨૬/૧૧ હુમલા’ તરીકે યાદ કરવામાં આવે છે. હુમલાની ૧૬મી વરસી પર ઘણા લોકો બહાદુર સૈનિકો અને નાગરિકોના મૃત્યુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીનું નામ પણ સામેલ છે. હાલમાં જ અજય દેવગન સ્ટારર ‘સિંઘમ અગેન’ બનાવનાર રોહિત શેટ્ટીએ ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પર સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. તેણે મુંબઈ પોલીસના લોગો સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેના પર લખ્યું છે કે, “તેમની બહાદુરી, બલિદાન અને સ્થિતિસ્થાપકતાને ક્યારેય નહીં ભૂલું.” તસવીરમાં તાજ હોટેલ અને કેટલાક કમાન્ડો નજરે પડે છે.

તેણે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું, “બહાદુરોની યાદમાં! અમે એવા નીડર લોકોનું સન્માન કરીએ છીએ જેમણે પોતાની હિંમતથી આતંકનો સામનો કર્યો અને અમારી સુરક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું. રોહિતે પોતાની પોસ્ટમાં હેશટેગમાં લખ્યું છે કે, “શહીદોને ક્યારેય નહીં ભૂલું, જેમણે તેમને બચાવ્યા તેમને શ્રદ્ધાંજલિ.” ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા આ આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ હુમલામાં ૧૮ સુરક્ષાકર્મીઓ બહાદુરીથી લડતા જીવ ગુમાવ્યા હતા. હલમેમાં ૧૬૬ નિર્દોષ લોકો માર્યા ગયા અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા. પ્રથમ છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલ્વે સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક લોકોની હત્યા કરી નાખી હતી. હુમલાની રાત્રે ઘણી જગ્યાઓને નિશાન બનાવવામાં આવી હતી. આતંકવાદીઓ તાજ હોટલમાં ઘૂસી ગયા હતા અને ત્યાં લોકોને બંધક બનાવ્યા હતા. આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. અંતે દ્ગજીય્ કમાન્ડોને ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા, ત્યારબાદ કમાન્ડોએ આતંકીઓને ઠાર કર્યા. આ કેસમાં અજમલ કસાબ જીવતો પકડાયો હતો, જેને બાદમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

Follow Me:

Related Posts