fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યુ!ડોન દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાના પણ સમાચાર સામે આવ્યા

દાઉદને ઝેર આપ્યુ હોવાના સમાચાર વહેતા થયા બાદ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ થઇ ગયુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા કે, દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાનું સામે આવ્યુ. માહિતી મળી રહી છે કે પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવામાં આવ્યુ છે. જે પછી તેની હાલત ખૂબ જ ગંભીર છે. દાઉદને ઝેર આપ્યુ હોવાના સમાચાર વહેતા થયા બાદ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ થઇ ગયુ છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે.

સુત્રો દ્વારા માહિતી મળી છે કે, દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર પીવડાવ્યું છે. જે પછી તેની તબિયત લથડી છે. દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારો વહેતા થતા પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું છે. ગૂગલ, યુટ્યુબ ખુલી ન રહ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.જાે કે દાઉદને ઝેર અપાયુ એ વાતની હજુ સુધી કોઇ પુષ્ટિ થઇ નથી. જાે કે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાતા અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. કઇક છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તેવુ જણાઇ રહ્યુ છે.

એક સ્થાનિક પત્રકારે જણાવ્યુ હતુ કે ઈન્ટરનેટ બંધ કરવા પાછળનો ઈરાદો સમાચારને રોકવાનો હોઈ શકે છે. તો બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાઉદને ઝેર આપવા પાછળ ૈંજીૈંની સંડોવણીની આશંકા છે. દાઉદથી છૂટકારો મેળવવા આ પ્રયાસ કરાયો હોવાની સૂત્રોની માહિતી છે.. વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ દાઉદ અંગે જણાવ્યુ કે, પાકિસ્તાનમાં દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાની વાત ચાલી રહી છે. તે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. આરઝૂ કાઝમીએ કહ્યુ કે હોસ્પિટલમાં દાઉદની તબિયત નાજુક છે.

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બંધ થઇ ગયુ છે. અગાઉ પણ દાઉદ સાથે સંબંધિત એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં જાણવા મળ્યુ હતું કે દાઉદસ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગેંગરીનની બીમારી હોવાના પગલે કરાચીની હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હોવાની અગાઉ માહિતી હતી. જાે કે તેના નજીકના સાથી છોટા શકીલે આ વાતને નકારી કાઢી હતી. મહત્વનું છે કે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં હોવાના સમાચાર છે.

આ બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. ભારતીય અધિકારીઓએ ઘણી વખત કહ્યું છે કે તેઓ માને છે કે દાઉદ ઈબ્રાહિમ કરાચીના પોશ વિસ્તાર ક્લિફ્ટનમાં રહે છે, પરંતુ પાકિસ્તાન ઘણીવાર આ વાતને નકારી ચૂક્યું છે. જાન્યુઆરી ૨૦૨૩માં દાઉદના ભત્રીજાએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને જણાવ્યું હતું કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કર્યા છે અને તે પોતાના પરિવાર સાથે કરાચીમાં રહે છે.

Follow Me:

Related Posts