અમરેલી

પ્રતાપ દુધાત દ્વારા ગાડ માર્ગને પાક ડામર રોડ બનાવવા ગ્રાન્ટમાંથી મંજુર કરાવેલ કામોના ખાતમુહૂર્ત કર્યા

આજ રોજ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા ગાડ માર્ગને પાક ડામર રોડ બનાવવા 20 કરોડની મળતી ધારાસભ્યની ગ્રાન્ટ માંથી મંજુર કરાવેલ કામોના  ખાતમુહૂર્ત કર્યા. ના કાત્રોડી, વિરડી, ઠવી, વંડા, શેલણા, ગામો માં ઘણા સમય થી રોડ રસ્તા ઓ અંગેની ફરિયાદ ધારાસભ્ય શ્રી ને મળેલ હતી, જેને લઈને ધારાસભ્ય શ્રી દ્વારા સરકાર શ્રી માં રજૂઆત કરી ને આ રોડ મંજૂર કરાવેલ હતા જેમનું આજ રોજ ધારાસભ્ય શ્રી હસ્તક ખાત મુહર્ત કરવામાં આવેલ હતું અને તેમાં તમામ ગામના આગેવાનો કાર્યકર્તા મિત્રો હજાર રહયા હતા, 1) જૂની કાત્રોડી થી નવા કાત્રોડી રોડ (2_) વિરડી નેમિનાથ રોડ, તેમજ વિરડી ગામે વેલનાથ વાડી પાસે પેવર બ્લોક રોડ (ધારાસભ્ય શ્રી ની ગ્રાન્ટ) (3) ઠ્વી –દ્ંડ્લેશ્વર –ગોરી ટોપરા રોડ, (4) વંડા –ગોપાલપરા રોડ, (5) શેલણા થી માધ્યમિક હાઈસ્કૂલ ગરીયાધાર રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું અને(6)પીયાવા ગામે ધાર રોડ બસસ્ટેન્ડ થી નદી સુધી RCC  રોડ અને પીયાવા-ધાર ડામર રોડ ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત દ્રારા  કરાવવામાં આવેલ  તો આ બંને રોડ નુ ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી હસ્તે 20/10/2022 ગુરુવાર ના કરવામાં આવ્યુ.જિલ્લા પંચાયત ના પુવૅ ચેરમેન ભરતભાઈ ગીડા અને પીયાવા ના સરપંચ શ્રી શિવરાજભાઈ મૈત્રા તથા અજીતભાઈ બોરીચા દ્રારા ખાતમુહૂર્ત આયોજન કરવામાં આવ્યુ.

આ તકે ખાસ ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરા,પીયાવા તાલુકા પંચાયત સદસ્ય વિનુભાઈ ગુંદરણીયા,પુવૅ કારોબારી ચેરમેન અશ્ર્વિનભાઈ ધામેલીયા,અ.જા.મોરચા તાલુકા પ્રમુખ જીગ્નેશભાઈ બગડા તથા સ્થાનિક આગેવાનો પુવૅ સરપંચ જયસુખભાઈ રાદડીયા, જયસુખભાઈ રૈયાણી,કાળુભાઈ ઉચદડીયા,ઉપસરપંચ પરેશભાઈ ભરવાડ,કાત્રોડી સરપંચ ધર્મેન્દ્રભાઈ સરવૈયા, ઘનશ્યામભાઈ કોલડિયા, નવી કાત્રોડી સરપંચ શ્રી ઉપ સરપંચ શુખુભાઈ તથા ઘનશ્યામબાપુ, વિરડી થી જસુભાઈ ખુમાણ વિરોધપક્ષ ના નેતા તેમજ સરપંચ શ્રી મુન્નાભાઈ ડાભી, નેમિનાથ આશ્રમ ના બાપુ ધનસુખભાઈ બાપુ, ઠ્વી અશોકભાઇ ખુમાણ, સરપંચ દેવજીભાઇ કાછડિયા ઠ્વી ઉપ સરપંચ  વંડા ભરતભાઇ સાટિયા વંડા સરપંચ વાલભાઈ સાટીયા, ભલાભાઈ ગોપાલપરા પુનાભાઇ  સાટીયા, શેલણા  મહેશભાઇ જેબળિયા સરપંચ  તાલુકા પંચાયત સદસ્ય ગોરધનભાઈ રાદડિયા પૂર્વ તા. પંચાયત સદસ્ય દુલાભાઈ ઉકાણી, મુકેશભાઇ રાડદિયા, મનસુખભાઇ ઉકાણી, જયરાજભાઈ જેબલિયા વગેરે હાજર રહયા.

Related Posts