ગુજરાત

બનાસકાંઠામાં કોરોના એટેકઃ બીએસએફના ૨૦ જવાનો થયા સંક્રમિત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે, પરંતુ બીજી બાજુ રાજ્ય સરકારે છૂટછાટ આપતા લોકો કોરોના નિયમોના ધજાગરા ઉડાવતા જાેવા મળી રહ્યા છે. સોશિયલ ડિન્સ્સિંગનું સરેઆમ ઉલ્લંઘન જાેવા મળી રહ્યું છે. લોકો ત્રીજી લહેરને સામેથી આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠામાં બીએસએફના ૨૦ જવાનોને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તમામ જવાનોને આઈસોલેટ કરાયા હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે થરાદ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે.

બનાસકાંઠામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાના થરાદમાં ૨૦ જવાનોને કોરોનાના લક્ષણો જણાતા તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આજે બનાસકાંઠાના થરાદમાં ૨૦ જવાનોને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ જવાનોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. મ્જીહ્લના જવાનોમાં કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. થરાદ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈને એક્શનમાં આવી ગયું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે રાજ્યમાં કોરોનાના ૪૦ની આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે. એટલે કે કોરોનાની ગતિ ધીમી પડી ગઇ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ ક્લાકમાં કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા છે. જ્યારે ૭૧ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જાે કે સતત બીજા દિવસે રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. રવિવારે ગુજરાતના માત્ર ૧૫ જિલ્લામાં જ નવા કેસો રજિસ્ટર થયાં છે તેમાં સૌથી વધુ વડોદરામાં પાંચ કેસ અને અમદાવાદ, સુરત અને તાપીમાં ૪-૪ નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લી સ્થિતિ પ્રમાણે ૪૯૩ દર્દી સારવાર હેઠળ છે. જેમાથી નાજુક સ્થિતિના કારણે ૦૫ દર્દી વેન્ટિલેટરના સહારે સારવાર લઈ રહ્યાં છે, તો ૪૮૮ દર્દીઓ સ્ટેબલ છે. આમ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮,૨૪,૪૯૩એ પહોચી ગઈ છે. જ્યારે કોરોનાથી કુલ મોતનો આંકડો ૧૦,૦૭૬ થયો છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૩,૯૨૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ ગુજરાતનો રિકવરી રેટ વધીને ૯૮.૭૨ ટકાએ પહોચી ગયો છે.

Related Posts