ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનાં અધ્યક્ષ સ્થાને આયોજિત કારોબારી બેઠકમાં આગામી દિવસોમાં આયોજિત કાર્યક્રમની ચર્ચાઓ કરાશે
બાબરામાં આગામી બુધવારના રોજ સવારે દસ કલાકે અહીં નિલવળા રોડપર આવેલ મેલડીમાંના ધામમાં બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના અધ્યક્ષ સ્થાને યોજાશે જેમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેછે બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા દ્વારા જણાવ્યું હતું કે આગામી બુધવારના રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સુચન અનુસાર તાલુકા અને શહેર કોંગ્રેસ કારોબારીની એક મહત્વની બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાશે જેમાં આગામી દિવસોમાં સરકાર સામે કાર્યક્રમ આપવા તેમજ દ્દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી પેટ્રોલ-ડીઝલ ગેસ આમ આદમીની પરેશાની ખેડૂતો ગરીબ માણસો તેમજ નાના વેપારી શાકભાજી અને નાના ફેરીયા ની મુશ્કેલી અંગે લડત લડવા અને અન્ય આગામી કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવશે
Recent Comments