સીદસર ખાતે આવેલા વેલનાથ ચોકમાં રહેતા અને મહાનગરપાલિકાનાં કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલા સીદસર બાયપાસ રોડ ઉપર સફાઈ કામ કરી રહ્યા હતા.તે દરમિયાન ટ્રકે અડફેટે લેતાં મહિલાનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સીદસર ખાતે આવેલા વેલનાથ ચોકમાં રહેતા અને મહાનગરપાલિકાનાં કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા શારદાબેન જીતુભાઈ વધેલા તથા બહેન દીપમાલાબેન સહિત અન્ય સ્ટાફ સીદસર બાયપાસ રોડ ઉપર સફાઈ કામ કરી રહ્યા હતા.તે દરમિયાન ટ્રક નંબર જીજે ૧૪ ઝેડ ૯૦૨૯ નાં ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને ગફલત ભરી રીતે ચલાવી સફાઈ કામ કરી રહેલા શારદાબેન અડફેટે લીધા હતા.શારદાબેન ને માથા તથા પગના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પરજ મોત નીપજાવી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર છોડી નાસી છૂટયો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર સન્નીભાઈ જીતુભાઈ વાધેલાએ ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના સીદસર બાયપાસ રોડ ઉપર ટ્રકે મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું

Recent Comments