આજે ભાવનગર શહેરને નવા મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યટી મેયર પદે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજુ રાબડીયાની પસંદગી કરવામાં આવી છે. તો શાસકપક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણીની પસંદગી કરવામાં આવી છે. ભાવનગરના નવા મેયરનું પદ ર્ંમ્ઝ્ર માટે અનામત હતુ.
ભાવનગરના નવા મેયર માટે ત્રણ નામ બાબુ મેર, ભરત બારડ અને મહેશ વાજાનું નામ રેસમાં હતા. જેમાંથી ભરત બારડ મેયર બન્યા છે. મેયરના નામની જાહેરાત પહેલા બાબુ મેરનું નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું હતુ. બાબુ મેર માલધારી સમાજમાંથી આવે છે. આજે રાજ્યની ૪ મહાનગરપાલિકાને નવા મેયર મળવા છે. જેમાંથી ૩ મહાનગરપાલિકામાં નવા મેયરની વરણી કરવામાં આવી છે.
જેમાં સુરત શહેરના નવા મેયર દક્ષેશ માવાણી વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યટી મેયર પદે નરેશ પાટીલના નામની પસંદગી કરવામાં આવી છે. તેમજ રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે. આ ઉપરાંત પક્ષના નેતા પદે શશીબેન ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે. તો ભાવનગર શહેરને નવા મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યટી મેયર પદે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજુ રાબડીયાની પસંદગી કરવામાં આવી છે. તો શાસકપક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણીની પસંદગી કરવામાં આવી છે.
Recent Comments