અમરેલી

માર્ગ માં નડતર રૂપ વીજ પોલ હટાવ્યા વગર RCC કામ કેમ ? જલાલપુર થી વિકળિયા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના કામો માં ગુણવત્તા અંગે સામાજિક અગ્રણી મહેતર ની રજુઆત

ગઢડા સ્વામી ના તાલુકા ના જલાલપુર થી વિકળિયા સુધી પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના ના કામ માં ચાલતી બેદરકારી અંગે સામાજિક અગ્રણી ફારૂક મહેતર દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી ને ઉદેશી ગત તા.૨૮/૦૧/૨૫ ની રજુઆત સંદર્ભ માં સબંધ કરતા પ્રશ્ને સચિવ શ્રી માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર ને મુખ્ય મંત્રી ના કાર્યાલય દ્વારા તાકીદ કરાય પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના કામ અંગે તકેદારી લેવા પત્ર પાઠવ્યો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના કામ માં વપરાતા માલસમાન ની ગુણવત્તા અને માર્ગ માં આવતા નડતર રૂપ વીજ પોલ માર્ગ બન્યા પહેલા દૂર કર્યા વગર આર સી સી કામ કેમ ? નવા માર્ગ માંથી આર સી સી બાંધકામ પછી વીજ પોલ હટાવાય તો રસ્તો બગડી શકે છે સરકારી ગ્રાન્ટ માંથી બનતા રસ્તા માં પ્રજા ના કર ના નાણાં નો ખુલ્લે આમ વ્યય કેમ ?રૂપિયા સાત કરોડ ના ખર્ચ બનતા માર્ગ ના કામ આટલી બેદરકારી કેમ ? આર સી સી રોડ નાળા પુલ બન્યા બાદ સમયસર પાણી ન પાય ને વેઠ ઉતારાય રહી છે આ અંગે ચિંતા વ્યક્ત કરતા ફારૂક મહેતર સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી યોગ્ય મોનિટરીગ કરવા માંગ કરી 

Follow Me:

Related Posts