સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં સર્વે કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના ર્નિણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અમે હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપીશું નહીં. અહીં માત્ર હાઈકોર્ટ દ્વારા તમામ કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો કેસ પેન્ડિંગ છે. કાયદા અનુસાર, નવા આદેશ માટે નવી અરજી દાખલ કરવી પડશે. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની સુનાવણી ૯ જાન્યુઆરીએ કરશે. સુપ્રીમ કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું કે અહીં અમારી પાસે માત્ર ટ્રાન્સફરનો મામલો છે.
આવી સ્થિતિમાં હાઈકોર્ટ દ્વારા કોઈ આદેશ આપવામાં આવે તો તેને પક્ષ દ્વારા નવેસરથી પડકારવો જાેઈએ. સુપ્રીમ કોર્ટ હવે ૯ જાન્યુઆરીએ સુનાવણી કરશે. પરંતુ જાે કોઈ પક્ષ ઈચ્છે તો પક્ષો ગતિવિધિ કરી શકે છે. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે અમે છેલ્લી સુનાવણીમાં આશંકા વ્યક્ત કરી હતી. એવું જ થયું. તેના પર કોર્ટે કહ્યું કે અમે હાઈકોર્ટના આદેશ પર સ્ટે નહીં મુકીએ.જાેકે વકીલ હુઝૈફાએ વધુમાં કહ્યું કે, હાઈકોર્ટ ૧૮મી ડિસેમ્બરે સર્વેને લઈને પોતાનો આદેશ આપવા જઈ રહી છે,
પરંતુ સુપ્રીમ કોર્ટ રજા પર છે અને ત્યાં વેકેશન બેન્ચ નથી.. આ પહેલા ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ પર મોટો ચુકાદો આપ્યો હતો અને સર્વે કરાવવાની મંજૂરી આપી હતી. છજીૈં સર્વેની માંગણી કરતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. અહીં શ્રી કૃષ્ણ જન્મસ્થળની બાજુમાં આવેલી મસ્જિદમાં સર્વે કરવા માંગ કરાઈ હતી. આ અંગે ૧૮ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા મસ્જિદમાં સર્વે કરવાની મંજૂરી આપવાની સાથે સ્પષ્ટ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ પણ આપ્યો હતો. જાે કે, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કરતાં આ થોડો અલગ સર્વે હશે. કોર્ટે જ્ઞાનવાપીમાં વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો.
મથુરા શાહી મસ્જિદના સર્વે માટે એડવોકેટ કમિશનર કોણ હશે? અને આ સર્વે માટે કેટલા દિવસનો સમય આપવામાં આવશે? આ અંગેની સુનાવણી આગામી સપ્તાહે (૧૮ ડિસેમ્બર) અલ્હાબાદ હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે. મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ મયંક કુમાર જૈને ગયા મહિને ૧૬ નવેમ્બરે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો.
Recent Comments