ગુજરાત

મોંઘવારીનો માર યથાવત્‌ શાકભાજીના પણ ભાવ વધ્યા

રાજ્ય સહિત દેશભરમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે.. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ ૩૦થી ૪૦ પૈસા વધી રહ્યા છે.. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે.. ફક્ત એક વર્ષમાં જ પેટ્રોલ-ડીઝલનો ભાવ ૨૦ રૂપિયાથી પણ વધી ગયો છે.. આજે પણ પેટ્રોલના ભાવમાં ૩૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૮ પૈસાનો વધારો નોંધાયો છે.પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર સીધી જ લોકોના બજેટ પર જાેવા મળી રહી છે. તહેવારોના સમયે જ લીલાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલ રૂપિયા ૧૦૦ને પાર થયા બાદ હવે ગવાર, વાલોળ, ચોળી, કોથમીર, મેથીના ભાવ પણ કિલો દીઠ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયા છે. છઁસ્ઝ્રમાં સારી ગુણવત્તાવાળી કોથમીર ૪૦થી ૬૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે મળી રહી છે.જ્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં તે છૂટકમાં ૧૪૦થી ૧૫૦ના ભાવે વેચાઈ રહી છે. છઁસ્ઝ્રમાં ગવાર ૯૦ રૂપિયે પ્રતિકિલો, ચોળી ૧૦૦ રૂપિયે પ્રતિકિલો અને કોથમીર ૮૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવ છે. જ્યારે છૂટક બજારમાં આ શાકભાજી દોઢાથી વધારે ભાવે વેચાતી હોવાની ફરિયાદો ઊઠી છે. હોલસેલ વેપારી પોતાનું માર્જિન વધારી રહ્યા છે તે જ રીતે રિટેલર્સ પણ તેમનું માર્જિન ૫૦થી ૭૫ ટકા ઊંચું રાખીને તકનો લાભ લઈ રહ્યા છે. કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં જ ૧ કિલો વટાણાના ભાવ ૧૦૦થી ૧૩૫ બોલાતા હોવાથી છૂટક માર્કેટમાં વટાણાનાં ભાવ ૧૫૦થી ૨૦૦ રૂપિયાની રેન્જમાં બોલાઈ રહ્યા છે. વરસાદે વિદાય લેતા પહેલાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડતાં કોથમીર, ગવાર અને મેથીના પાકને નુક્સાન થયું છે.

Related Posts