fbpx
રાષ્ટ્રીય

મોંઘવારી ભથ્થામાં વધારા બાદ હવે એચઆરએ વધારી શકે છે

કેન્દ્રીય કર્મચારીઓ માટે તાજેતરમાં સારા સમાચાર આવ્યા છે. સરકારે ૭મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહત વધારવાની જાહેરાત કરી છે. કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ર્નિણય સાથે કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગારની સાથે ૩૪%ના દરે મોંઘવારી ભથ્થું મળશે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય સમિતિની બેઠકમાં આ ર્નિણયની જાહેરાત કરવામાં આવી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાની અવધિ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી લાગુ કરવામાં આવી રહી છે.

બેઝિક પગાર અથવા પેન્શન પર પહેલાથી જ લાગુ ૩૧ ટકાના દરમાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીને જાેતા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને આ ભથ્થું આપવાનો ર્નિણય કર્યો છે.નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થું માં ૩ ટકાનો વધારો કરીને ૩૪ ટકા કરવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તેના કર્મચારીઓને વધુ એક ભેટ આપી શકે છે. એટલે કે તેમના પગારમાં વધુ વધારો કરવામાં આવશે. મોદી સરકાર આ મહિને કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપે તેવી શક્યતા છે. મોંઘવારી ભથ્થા બાદ હવે સરકાર ટૂંક સમયમાં ઘર ભાડા ભથ્થા અને અન્ય ભથ્થામાં વધારો કરવાનો ર્નિણય લઈ શકે છે. મોંઘવારી ભથ્થુંમાં વધારો કર્યા બાદ ૐઇછ માં પણ વધારો થવાની આશા વધી છે.

અગાઉ ગત વર્ષે જુલાઈમાં ૐઇછમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીએ પણ ૨૫ ટકાથી વધારીને ૨૮ ટકા કરવામાં આવ્યું હતું. હવે જ્યારે મોંઘવારી ભથ્થું વધારીને ૩૪ ટકા કરવામાં આવ્યો છે ત્યારે ૐઇછમાં પણ સુધારો કરી શકાય છે. સરકારી કર્મચારીઓ માટે ૐઇછ તેઓ જ્યાં કામ કરે છે તે શહેરની કેટેગરી દ્વારા નક્કી કરવામાં આવે છે. ઠ, રૂ અને ઢ શહેરો માટે ત્રણ શ્રેણીઓ છે. મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે ઠ શ્રેણીના શહેરોમાં રહેતા અથવા કામ કરતા સરકારી કર્મચારીઓના ૐઇછમાં મોંઘવારી ભથ્થું ની જેમ ૩ ટકાનો વધારો થવાની સંભાવના છે. હાલમાં આ શહેરોના કર્મચારીઓને મૂળ પગારના ૨૭ ટકા ૐઇછ મળે છે. રૂ શ્રેણીના શહેરો માટે આ વધારો ૨ ટકા શક્ય છે. આ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓને ૧૮-૨૦ ટકા ૐઇછ મળે છે. ઢ શ્રેણીના શહેરો માટે ૧ ટકા ૐઇછ વધારી શકાય છે. અત્યારે ૐઇછ ૯-૧૦ ટકાના દરે આપવામાં આવે છે.

Follow Me:

Related Posts