રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે. સામાન્ય રીતે આ તહેવાર દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની ભીડ અનેકગણી વધી જાય છે. હાલ ટ્રેનોમાં રિઝર્વેશન સીટો ભરાઈ ગઈ છે. પરંતુ રેલવે પણ મુસાફરોની સુવિધા માટે સતત પગલાં લઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મુસાફરોની માગને પહોંચી વળવા તેણે ૬ જાેડી સ્પેશિયલ ટ્રેનોની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે.
મ્ટ્ઠહઙ્ઘટ્ઠિ ્ીદ્બિૈહેજ – ફૈટ્ઠિહખ્તહટ્ઠ ન્ટ્ઠાજરદ્બૈહ્વટ્ઠૈ ઃ ટ્રેન નંબર ૦૨૨૦૦ બાંદ્રા ટર્મિનસ – વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર ૦૨૧૯૯ વીરાંગના લક્ષ્મીબાઈ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
મ્ટ્ઠહઙ્ઘટ્ઠિ ્ીદ્બિૈહેજ – જીેહ્વીઙ્ઘટ્ઠખ્તિટ્ઠહદ્ઘ ઃ ટ્રેન નંબર ૦૪૧૨૬ બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૪૧૨૫ સુબેદારગંજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષને ૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ-છખ્તટ્ઠિ ઝ્રટ્ઠહંં ઃ ટ્રેન નંબર ૦૧૯૨૦ અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૧૯૧૯ આગ્રા કેન્ટ – અમદાવાદ ટ્રાઇ-વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલને ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ – દ્ભટ્ઠહॅેિ ઃ ટ્રેન નંબર ૦૧૯૦૬ અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર ૦૧૯૦૫ કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ-છખ્તટ્ઠિ ઝ્રટ્ઠહંં ઃ ટ્રેન નંબર ૦૪૧૬૬ અમદાવાદ-આગ્રા કેન્ટ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૪૧૬૫ આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
છરદ્બીઙ્ઘટ્ઠહ્વટ્ઠઙ્ઘ-છખ્તટ્ઠિ ઝ્રટ્ઠહંં ઃ ટ્રેન નંબર ૦૪૧૬૮ અમદાવાદ-આગ્રા કેન્ટ વીકલી સુપરફાસ્ટ સ્પેશિયલ ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૪૧૬૭ આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન કેવી રીતે બુક થશે? ઃ ટ્રેન નંબર ૦૨૨૦૦, ૦૪૧૨૬, ૦૧૯૨૦, ૦૧૯૦૬, ૦૪૧૬૬ અને ૦૪૧૬૮ના વિસ્તૃત ભાડા માટે બુકિંગ ૩૧ જુલાઈ, ૨૦૨૪ થી તમામ ઁઇજી કાઉન્ટર અને ૈંઇઝ્ર્ઝ્ર વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને ુુુ.ીહૂેૈિઅ.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ ની વિઝિટ કરી શકો છો.
Recent Comments