સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના આજીની સફાઈ પાછળ ૮ કરોડના ખર્ચા બાદ પણ ગંદકી ઠેર ઠેર

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ આજી નદી પર આકર્ષક રિવરફ્રન્ટનો દાવો પાછલા ૧૦ વર્ષથી થાય છે. જેનું કામ આગળ ન વધતા વિપક્ષ સરકારની ઢીલી કામગીરી નિંદા કરી રહ્યો છે. તો મેયરે કહ્યું કે જરૂરી સરકારી મંજૂરી પૂર્ણ કરી કેન્દ્ર સમક્ષ પ્રોજેક્ટ તૈયાર કરી દેવાયો છે. આજી રિવરફ્રન્ટ મુદ્દે કેન્દ્રની ટીમ ટૂંકાગાળામાં જ નીરિક્ષણ કરી કામગીરી આગળ વધારશે.રાજકોટવાસીઓને આજી રિવરફ્રન્ટ યોજનાનું સ્વપ્ન વર્ષોથી બતાવવામાં આવે છે. પરંતુ રામનાથ મહાદેવ મંદિર નજીક રિવરફ્રન્ટની યોજના કાગળ પરથી આગળ વધી શકી નથી. આજી નદીમાં ગંદકીની સફાઈ માટે અત્યાર સુધીમાં ૮ કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. નદીની બંને સાઈડ ડ્રેનેજની કામગીરી થઈ છે. પરંતુ આજી નદી આસપાસથી ગંદકી હજી દૂર થઈ નથી. આજી રિવરફ્રન્ટનો ૧૫૦૦ કરોડની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વહીવટી આંટીઘૂંટીમાં અટવાયો છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પ્રક્રિયામાં વર્ષો પસાર થયા. પરંતુ યોજનાની કામગીરી હજી આગળ વધી શકી નથી.

Related Posts