રાજકોટમાં વધુ ટેસ્ટિંગ બુથ અને ૧૦૪નાવધું ૧૦ વાહનોનો ઉમેરાશેઃ મ્યુ.કમિ.
કોરોના વાયરસના સંક્રમણ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદાજુદા પગલાંઓ લેવામાં આવી રહયા છે. જેમાં અત્યારે ૪૫ વર્ષથી વધુ ઉમરના નાગરિકોને શકય તેટલી ઝડપથી કોરોના સામેની વેક્સિન આપવા પર ભાર મુકવામાં આવી રહયો છે. શહેરની વિવિધ સંસ્થાઓ તરફથી પણ મહાનગરપાલિકાને ઉમદા સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે જે પ્રશંસનીય બાબત છે. સંસ્થાઓના સહયોગ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ માટે અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાંઆજે અલગ-અલગ સંસ્થાઓના સહયોગ સાથે કુલ છ સ્થળોએ નિઃશૂલ્ક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
વેક્સીનેશન કેમ્પ વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, શહેરની જુદીજુદી સંસ્થાઓ જેવી કે, સરદારધામ, કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ, ગૌસ્વામી સમાજના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે૯ઃ૦૦ થી ૫ ઃ ૦૦ વાગ્યા દરમ્યાન વોર્ડ નં.૧૦માં “સરદારધામ”, મારવાડી સ્ટોક એક્ષ્ચેન્જ સામે, નાનામવા રોડ ખાતે, તથા વોર્ડ નં.૧૧માં એસ.કે.પી.સ્કૂલ, પ્રણામી પાર્ક, ૪૦ ફૂટ રોડના છેડે, મવડી પ્લોટ ખાતે, તથા વોર્ડ નં.૩માં શાળા નં.૩૩, પોપટપરા મેઈન રોડ ખાતે, તથા વોર્ડ નં. ૧૦માં રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટની વાડી, બ્રહ્મસમાજ બસ સ્ટોપ પાસે, રૈયા રોડ ખાતે તથા વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, નીલકંઠ સિનેમા સામે, અને સોમનાથ સ્કૂલ, રાજલક્ષ્મી સોસાયટી પાસે, રાજકોટ ખાતે વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવશે.
વિશેષમાં, મ્યુનિ. કમિશનરએ એમ પણ જણાવ્યું હતું કે, હેલ્પલાઈન નંબર ૧૦૪ની સેવાને મળી રહેલા પ્રતિસાદને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાફલામાં વધુ ૧૦ વાહનોનો ઉમેરો કરવાનો ર્નિણય કરવામાં આવેલ છે. હાલ ૧૦૪ ની સેવામાં ૨૦ વાહનો નાગરિકોની સેવામાં કાર્યરત્ત છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાનું નિદાન કરવા માટે કુલ પાંચ ટેસ્ટિંગ બૂથ ચલાવવામાં આવી રહયા છે. જેમાં હવે વધુ ત્રણ ટેસ્ટિંગ બૂથનો ઉમેરો કરવાનો ર્નિણય કરવામાં આવેલ છે. જે અનુસાર મવડી ચોકડી, આકાશવાણી ચોક અને રામાપીર ચોક ખાતે આ ટેસ્ટિંગ બૂથ કાર્યરત્ત થશે.
Recent Comments