પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહનના ઉદ્દેશથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે રાજુલા એ.પી.એમ.સી ખાતે પ્રાતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. રાજુલાના ૫ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના વિવિધ ઉત્પાદનોનું સીધું જ ગ્રાહકોને વેચાણ કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ લોકપ્રતિસાદ મળ્યો હતો.
આ તકે રાજુલા પ્રાંત અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત રહીને પરંપરાગત કૃષિ કરતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને તેની બજારમાંગ અને માર્કેટિંગ વિષયક જાણકારી આપવામાં આવી હતી. આસપાસના વિવિધ ગામના નાગરિકો, ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.














Recent Comments