અમરેલી

રાજુલા પો.સ્ટે.ના જુની બારપટોળી ગામે સીમ વિસ્તારમાં થયેલ ઝટકા મશીનની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને પકડીપાડતી રાજુલા પોલીસ

ગુનાની વિગત : ગઇ તા .૩૧ / ૦૭ / ૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી હુશેનભાઇ પીરભાઇ કુરેશી રહે.જુની બારપટોળી તા.રાજુલા વાળા જુની બારપટોળી વાળાની વાડીના શેઢા ઉપર લગાવેલ ” એમટેક ” કંપનીનુ લીલા કલરના બોક્ષ વાળુ ઝટકા મશીન કિ.રૂ .૪, ૦૦૦ / – તથા તેની સાથે લગાવેલ સોલાર પ્લેટ કિ.રૂ .૧,૦૦૦ / – મળી કુલ રૂ .૫,૦૦૦ / -ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે અજાણ્યા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. – ૧૧૧૯૩૦૫૦૨૨૦૬૨૩ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ -૩૭૯ મુજબનો ગુનો રજી . થયેલ હતો . સદર ગુનાની આગળની તપાસ ASI ડી.ડી.મકવાણા , રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત તથા શરીર સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલ્કત / શરીર સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું .

જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.દેસાઇ નાઓની રાહબરી હેઠળ રાજુલા સર્વેલન્સ સ્કોડના બી.એમ.વાળા , અનાર્મ હેડ કોન્સ . તથા બી.એસ.ચોવટીયા , અનાર્મ હેડ.કોન્સ તથા મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળનાઓએ સદર ગુન્હાના આરોપીની ખાનગી અંગત બાતમીદારો મારફતે ચોર મુદ્દામાલની તપાસમાં રહી આરોપીની માહિતી મેળવી હકિકત આધારે ઉપરોક્ત આરોપીને કાતર ગામની ચોકડી પાસેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .

→ પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) રૂસ્તમ ઉર્ફે ” વાકો ” તાજભાઇ કુરેશી ઉ.વ .૨૬ ધંધો.મજુરી રહેજુની બારપટોળી તા.રાજુલા જી.અમરેલી

Related Posts