કોરોના થયો હોય એવા પૂરાવા અરજી સાથે સામેલ કરવાં જ પડે છે, તો તેમના મૃત્યુ અન્ય કારણસર થયાં એમ કેમ ગણી શકાય. આરોગ્ય વિભાગ પોતે હજુ આ આંકડાને આધારે પોતાના આંકડા બદલવા માંગતો નથી. વિભાગના સચિવ મનોજ અગ્રવાલ કહે છે કે અમારો આંકડો નિયમ પ્રમાણે સાચો છે, સહાયનો આંકડો ઊંચો કેમ છે તે મહેસૂલ વિભાગને પૂછો, અમને નહીં. ગુજરાત સરકારે હવે આ મામલો સુપ્રીમ કોર્ટ પર ઢોળી દીધો છે. સરકારના પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર સરકારે અગાઉની કોરોના મોતની વ્યાખ્યા પ્રમાણે મૃત્યુના કેસ નોંધ્યા હતા, પરંતુ કોવિડ મોત સહાય મામલે સુપ્રીમમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કોરોનાના મોતની વ્યાખ્યા જ બદલી નાંખી.સુપ્રીમે વ્યાખ્યાનું વિસ્તૃતીકરણ કર્યું તેથી સંખ્યા ૨૨ હજાર કરતાં વધી ગઇ છે. મહેસૂલ વિભાગને જુદાં જુદા જિલ્લામાંથી કોરોનાથી મૃત્યુ સામે સહાય અંગેની ૩૮ હજાર અરજીઓ મળી છે. હજુય આ અરજી સ્વીકારવાની પ્રક્રિયા ચાલું છે, તેથી આ અરજીઓનો આંકડો અનેક ગણો વધી જશે. ૩૮ હજાર અરજીમાંથી ૨૨ હજાર કરતાં વધુને સહાય આપી ગુજરાતે આખા દેશમાં વિક્રમ સર્જી નાંખ્યો તેવો દાવો ગુજરાત સરકાર કરે છે. પરંતુ આ મળેલી અરજીઓ પૈકી કેટલી અરજીઓનો અસ્વિકાર કર્યો અને તે કરવા પાછળના કારણ શું રહ્યા તે મામલે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી. ગુજરાતમાં એક જ સરકારના બે વિભાગોએ જાહેર કરેલાં રાજ્યમાં કોરોનાથી થયેલાં મોતના આંકડાની વચ્ચે ખૂબ મોટી વિસંગતતા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં કોરોનાથી માત્ર ૧૦, ૧૦૦ મોત થયાં છે, તેની સામે મહેસૂલ વિભાગે કોરોનાથી થયેલાં મોતની સામેની સહાય માટે આવેલી ૨૨ હજાર અરજીઓમાં તો ચૂકવણું કરી દીધું છે.
રાજ્યમાં ૧૦ હજારના મોત સામે ૩૮ હજારથી વધુ અરજીઓ આવી

Recent Comments