રાષ્ટ્રીય

રોકટની ગતીએ ઉચકાયા આ ગ્રુપના શેર, સસ્તા શેર પણ ભારે ઉછળ્યાં

બુધવારે ભલે અદાણી ગ્રૂપના શેરના ભાવનો ઉછાળો થોડો ઓછો જાેવા મળી રહ્યો હોય, પરંતુ મંગળવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર રોકેટની ઝડપે ઉછળ્યાં હતા. મ્જીઈ પાસેથી મળેલા આંકડા અનુસાર, અદાણી ગ્રુપ કંપનીઓના શેરમાં ૨ ટકાથી ૧૦ ટકાનો વધારો થયો છે. જેના કારણે અદાણી ગ્રુપ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૫૦ હજાર કરોડથી વધુનો વધારો થયો છે. હાલમાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ૧૦.૬ લાખ કરોડ રૂપિયા છે. આંકડાઓની વાત કરીએ તો અદાણી ગ્રીનના શેરમાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જ્યારે અદાણી પાવરના શેરમાં ૯.૨ ટકાનો વધારો જાેવા મળ્યો છે. એસીસી, અદાણી ટોટલ ગેસ, અંબુજા સિમેન્ટ્‌સ, અદાણી વિલ્મર અને એનડીટીવીના શેરમાં પણ ૪-૫ ટકાનો વધારો થયો છે. ગૌતમ અદાણીનું જૂથ દેવું ઘટાડવા માટે વિવિધ કંપનીઓમાં હિસ્સો વેચી રહ્યું છે. જેના કારણે કંપનીઓના શેરમાં તેજી જાેવા મળી રહી છે. તે પછી પણ, ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ પછી જૂથ કંપનીઓના શેર ૧ ટકાથી ઘટીને ૮૩ ટકા થઈ ગયા છે. જેનું સૌથી મોટું કારણ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ છે, જેમાં અદાણી પર સૌથી મોટી એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં મંગળવારે ૧.૯ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને કંપનીનો શેર રૂ. ૨૪૬૫.૪ પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૫૩૫૮ કરોડનો વધારો જાેવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. ૨,૮૧,૦૫૦ કરોડ છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક ૨૮ ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં ૧,૧૧,૪૨૪ કરોડનું નુકસાન થયું છે.

અદાણી ગ્રીન ના શેરમાં મંગળવારે ૧૦ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને કંપનીનો શેર રૂ. ૧૦૮૯.૨ પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૧૫,૬૮૨ કરોડનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ ૧,૭૨,૫૨૫ કરોડ રૂપિયા છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક ૪૩.૧ ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં ૧,૩૦,૫૮૮ કરોડનું નુકસાન થયું છે.

અદાણી પોર્ટનો સ્ટોક મંગળવારે ૧.૯ ટકા વધ્યો હતો અને કંપનીનો સ્ટોક રૂ. ૭૪૯.૪ નો થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૩૦૮૯ કરોડનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. ૧,૬૧,૮૭૦ કરોડ છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક ૧.૫ ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં ૨૪૮૪ કરોડનું નુકસાન થયું છે.

અદાણી પાવરના શેરમાં મંગળવારે ૯.૨ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. ૨૬૦ થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં ૮૪૪૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. ૧,૦૦૨૬૧ કરોડ છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક ૫.૪ ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં ૫૭૨૮ કરોડનું નુકસાન થયું છે.

અદાણી ટ્રાન્સમિશનના શેરમાં મંગળવારે ૭.૯ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. ૮૩૪.૮ પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૬૮૪૯ કરોડનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. ૯૩,૧૨૧ કરોડ છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક ૬૯.૭ ટકાથી વધુ નીચે છે અને માર્કેટ કેપમાં ૨,૧૪,૩૨૫ કરોડનું નુકસાન થયું છે.

અંબુજા સિમેન્ટના શેરમાં મંગળવારે ૪.૨ ટકાનો વધારો થયો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. ૪૪૦.૩ થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં ૩૫૧૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. ૮૭,૪૧૮ કરોડ છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીના શેરમાં ૧૧.૭ ટકાનો ઘટાડો થયો છે અને માર્કેટ કેપમાં ૧૧,૫૭૬ કરોડનું નુકસાન થયું છે.

અદાણી ટોટલ ગેસના શેરમાં મંગળવારે ૫ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. ૬૬૨.૫ થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં ૩૪૬૪ કરોડ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. ૭૨,૮૫૭ કરોડ છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક ૮૩ ટકા નીચે છે અને માર્કેટ કેપમાં ૩,૫૪,૪૬૯ કરોડનું નુકસાન થયું છે.

અદાણી વિલ્મર ના શેરમાં મંગળવારે ૪.૫ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. ૪૧૬.૭ થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૨૩૩૩ કરોડનો વધારો જાેવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ ૫૪,૧૫૧ કરોડ રૂપિયા છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીના શેરમાં ૨૭.૩ ટકાનો ઘટાડો થયો છે અને માર્કેટ કેપમાં ૨૦,૩૪૦ કરોડનું નુકસાન થયું છે.

એસીસી (છઝ્રઝ્ર)ના શેરમાં મંગળવારે ૪.૮ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને કંપનીના શેરનો ભાવ રૂ. ૧૮૯૨ થયો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં ૧૬૪૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. ૩૫,૫૨૮ કરોડ છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક હજુ પણ ૧૯ ટકા નીચે છે અને માર્કેટ કેપમાં ૮,૩૪૨ કરોડનું નુકસાન છે.

એન.ડી.ટી.વી (દ્ગડ્ઢ્‌ફ)ના શેરમાં મંગળવારે ૫ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને કંપનીનો શેર રૂ. ૨૩૮.૮ પર આવ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં રૂ. ૭૩ કરોડનો વધારો જાેવા મળ્યો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ ૧૫૩૯ કરોડ રૂપિયા છે. જાે કે, ૨૪ જાન્યુઆરીથી કંપનીનો સ્ટોક લગભગ ૧૬ ટકા નીચે છે અને માર્કેટ કેપમાં ૨૦૦ કરોડનું નુકસાન થયું છે.

Related Posts