fbpx
અમરેલી

રોજગારવાંચ્છુ યુવાઓ માટે અનુબંધમ પોર્ટલ મારફતે ૨૬ ઓક્ટોબરના ઓનલાઇન ભરતીમેળો યોજાશે

રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. આગામી ૨૬ ઓક્ટોબરના સવારે ૧૧ કલાકથી રાજુલાની સીન્ટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લુણસાપુરમાં મશીન ઓપરેટરની જગ્યા ઉપર ૧૮ થી ૩૫ વર્ષના ધોરણ ૧૦ થી ઓછી અથવા ધોરણ ૧૦ પાસ ભરતીની જગ્યા ઉપર ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ એઇમ ભાવનગર કંપનીમાં બ્રાન્ચ મેનેજર આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની ભરતી માટે ૧૮ થી ૩૫ વર્ષના ધોરણ ૧૨ અથવા કોઈપણ સ્નાતક થયેલા ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પરથી આ લિંક ઉપરથી https://anubandham.gujarat.gov.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે રોજગાર કચેરી, બહુમાળી ભવન સી-બ્લોક અમરેલીનો અથવા ૬૩-૫૭-૩૯૦-૩૯૦ નંબર પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts