બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તક તેમજ સ્ટેટ હસ્તકના માર્ગો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરી મંજુર કરાવતા હોય છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાકરની આળસુ નીતિના કારણે રોડ કામ વિલંબ અને ખોરંભે ચડતા લોકોને નબળા માર્ગ ચાલવાની ફરજ પડતી હોય છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી તાલુકાના શેખપીપળીયા થી ચાંવડ સુધી નો માર્ગ આશરે રૂપિયા ૭૫ લાખ ના ખર્ચે મંજુર કરાવી રિકાર્પેટ કરાવી નાના બાળાઓ ની હસ્તે રોડનું કામ શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા,મંડળીના પ્રમુખ મગનભાઈ ભાદાણી,અશોકભાઈ ભાદાણી,સહિત સરપંચ અનસુયાબેન અને સાથી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કેઆગામી દિવસોમાં બાબરા ગલકોટડીનો ત્રણ કિલોમીટરનો માર્ગ પણ શરૂ કરાશેલાઠી બાબરા અને દામનગર વિસ્તારમાંમાં પૂરતા માર્ગ રસ્તાઓ રાજ્ય સરકારમાં મંજુર કરાવી કામગીરી કરાવી રહ્યા છીએ ત્યારે માર્ગો શરૂ કરવામાં કોન્ટ્રાકર અને અધિકારીઓની આળસુ નીતિ બિલકુલ ચલાવી નહિ લેવાઈ તમામ કોન્ટ્રાકરને રોડ રસ્તાઓના કામ શરૂ કરવા કડક તાકીદ કરવામાં આવેલ છે જો અધિકારીઓ અને કોન્ટ્રાકર લોકો લોકોની સુવિધાઓમાં યોગ્ય સહકાર નહિ આપે તો આગળ ઉગ્ર આંદોલન તેમજ રોડ ચકાજામ સહિતના કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવું અંતમાં ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું હતું
લાઠી તાલુકાના શેખપીપળીયા થી ચાંવડ ૭૫ લાખના ખર્ચે રીકાર્પેટ કરાયો















Recent Comments