ભાવનગર

ગૌણ સેવા પસંદગી મંડળની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને પરીક્ષા કેન્દ્રોની આસપાસ વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંકઃ ૩૭૮/૨૦૨૫૨૬ (ગૃપ-A તથા ગૃપ-
B) વર્ગ-૦૩ સંવર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન આગામી તા.૧૬/૦૯/૨૦૨૬થી
તા.૨૯/૦૯/૨૦૨૬ દરમિયાન સવારના ૦૯:૦૦થી સાંજના ૦૭:૦૦ કલાક સુધી ભાવનગર શહેરમાં પરીક્ષા
કેન્દ્ર જે.પી.એમ. ઈન્ફોટેક, તરસમીયા ખાતે તથા તા.૨૦/૦૯/૨૦૨૬ અને તા.૨૭/૦૯/૨૦૨૬ના રોજ
સવારના ૦૯:૦૦થી સાંજના ૦૭:૦૦ કલાક સુધી જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, સર્વે નં.૩૦,
ઇસ્કોન ઇલેવનની બાજુમાં, સીદસર રોડ ખાતે યોજાનાર છે.
પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુસર
ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ નિયત
કરાયેલાં પરીક્ષા કેન્દ્રોને અનુલક્ષીને પરીક્ષા સમય દરમિયાન કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
જાહેરનામાં મુજબ,(૧) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરના વ્યવસાય
સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ.
(૨) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર, બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક
સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ.
(૩) પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ પર પ્રતિબંધ.
(૪) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર
પ્રતિબંધ.

(૫) પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાયની કોઈ અનધિકૃત
વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ.
આ જાહેરનામું નિયત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર કરવામાં આવશે
તો તે કેન્દ્રોને પણ લાગુ પડશે.
પરીક્ષા દરમિયાન સોંપાયેલી ફરજના ભાગરૂપે/કામગીરી અર્થે જરૂરી હોય અથવા સક્ષમ કક્ષાએથી એવું
ફરમાવવામાં આવ્યું હોય તેવી વ્યક્તિઓને આ જાહેરનામામાં જણાવેલ ક્રમ નં.૩ અને ૪ના પ્રતિબંધો લાગુ
પડશે નહીં.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા કરવામાં
આવશે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા તેમજ ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી
નીચેના ન હોય તેવા અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Posts