ભાવનગર

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પાલિતાણામાં જૈન ચાતુર્માસ નિમિત્તે સંતો-તપસ્વીઓના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

પાલિતાણા ખાતે ચાલી રહેલા જૈન ચાતુર્માસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહી
સંતો, મહારાજ સાહેબો અને તપસ્વીઓના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પ. પૂ. આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાલી રહેલા ચાતુર્માસમાં નાયબ
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત રહી તપસ્વીઓ તથા મહારાજ સાહેબના દર્શન કર્યા હતા. તેમણે સામૂહિક ગુરુ
વંદનનો લાભ લઈ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીનું બહુમાન પણ
કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ચેન્નાઈ ભવન, જાલોર ભવન, નવરત્ન ધામ,
બનાસકાંઠા ભવન, સાંચોરી ભવન, વજ્રહેમ વાટિકા, ધાનેરા ભુવન, અંકીબાઈ ધર્મશાળા અને મેવાડ ભવન
ખાતે ચાલી રહેલા ચાતુર્માસમાં પણ ઉપસ્થિત રહી તપસ્વીઓ તથા મહારાજ સાહેબોના દર્શન કરી
આશીર્વાદ મેળવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ પાલિતાણાની તળેટી ખાતે આરતી દર્શનનો લાભ લઈ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત
વાતાવરણમાં ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

Related Posts