શાળા પ્રવેશોત્સવ પ્રારંભે મનોદિવ્યાંગ બાળકોના શિક્ષણ કૌશલ્ય વર્ધન હિતાર્થે વિદ્યારંભ સંસ્કાર
અમદાવાદ શાળા પ્રવેશોત્સવ પ્રારંભે મનોદિવ્યાંગ બાળકોના શિક્ષણ કૌશલ્ય વર્ધન હિતાર્થે વિદ્યારંભ સંસ્કાર-સરસ્વતી પૂજનનું આયોજન તા.૮-૬-૨૦૨૩ ગુરુવારે સવારે ૧૧-૩૦ વાગે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આકાશ દિપ ફ્લેટ ગોકુલ ડેરીની બાજુમાં પેટ્રોલ પંપની બાજુમાં અખબાર નગર સર્કલ પાસે નવાવાડજ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથી રાખવામાં આવ્યું હતું જેમાં બાળકોને પ.પૂ.ગુરુદેવ લિખીત સચિત્ર બાળ વાર્તાઓનું સાહિત્ય ભેટ આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને સરસ્વતી પૂજન વિદ્યારંભ સંસ્કાર ગાયત્રી પરિવારના શ્રીપ્રવીણભાઈ પટેલ અને સંગીત વૃંદ દ્વારા કરાવવામાં આવ્યા હતા તેમજ શ્રી અનામીભાઈ દેસાઈ તરફથી બાળકોને સ્વાદિષ્ટ ભોજન જમાડીને આનંદ ઉત્સાહમાં વધારો કર્યો હતો.કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના શ્રી ગીરીશભાઈ પટેલે તથા ગાયત્રી પરિવારના પરિજનોએ સહયોગ કર્યો હતો.
Recent Comments