અમરેલી

શિક્ષણ જગત માં અમરેલીની ડૉ. કલામ ઈનોવેટીવ સ્કુલનો ડંકો, ધો.૧૦ બોર્ડમાં સતત બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ

અમરેલી  દેશના ભૂતપૂર્વ દિવંગત  રાષ્ટ્રપતિ શ્રી. ડૉ.અબ્દુલ કલામનાં શિક્ષણ મોડલ ને અનુસરી અનન્ય કેડી કંડારતા શિક્ષણ ક્ષેત્રે નવો ચીલો ચાતરવાના હેતુથી શરૂ થયેલી અમરેલીની પોતીકી શાળા ડૉ.કલામ ઇનોવેટીવ સ્કૂલ એ સતત બીજા વર્ષે બોર્ડમાં સો ટકા પરિણામ આપી, બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થી મેળવવાની સિદ્ધિ હાસલ કરી છે. શાળાના ધો. ૧૦નાં વિદ્યાર્થી ટાંક અર્પિત અનિલ ભાઈ એ સમગ્ર રાજ્યમાં બોર્ડ ફર્સ્ટ નું ગૌરવ અમરેલી ને અને શાળા ને અપાવ્યું છે.પહેલાં વર્ષે જીલ તેરૈયા અને આ વર્ષે અર્પિત ટાંકે ૯૯.૯૯ પર્સેન્ટાઇલ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી અનેરી સિદ્ધિ મેળવી છે. શિક્ષણ નાં પ્રવાહમાં પાઠ્યપુસ્તકનાં જ્ઞાન ની બહાર સાંપ્રત પ્રવાહો સાથે તાલમેલ મેળવી ટેકનોલોજી નાં સુગમ ઉપયોગ થકી આધુનિક અને અર્થપૂર્ણ શિક્ષણ આપવાની નેમ સાથે શાળા માં અલગ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.ધો. ૧૦ નાં પરિણામની વાત કરવામાં આવે તો ૫૦ વિદ્યાર્થી માંથી ૧૪ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને ૧૭ વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં સફળતા મેળવી છે. જેનો શ્રેય શાળાના શિક્ષણ શિક્ષકો અને વાલીઓને જાય છે.

સતત બીજા વર્ષે શાળા નું પરિણામ 100 ટકા આવ્યું તેની પાછળ યોગ્ય આયોજન પૂર્વકની શ્રેષ્ઠ મેહનત, ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ, શિક્ષણ ક્ષેત્રે સંચાલકો નો વ્યાપક અનુભવ જવાબદાર  છે.અમરેલીના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ સાથેની શાળા એટલે કલામ કેમ્પસ. અમરેલીના માતાપિતા અને વિદ્યાર્થીઓની મનગમતી શાળા એટલે કલામ કેમ્પસ.ફકત બોર્ડ જ નહીં પરંતુ તમામ વર્ગોમાં પૂરતું ધ્યાન આપી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવે છે. ધોરણ ૯માં ૫૦થી૬૦ ટકા મેળવનાર વિદ્યાર્થીઓ એ ધોરણ ૧૦ માં ૭૫ થી લઈને ૯૦ ટકા સુધી માર્ક્સ મેળવ્યા છે.

આધુનિક લેબ, સ્માર્ટ બોર્ડ, રેગ્યુલર પરેન્ટ્સ મીટિંગ, હોસ્ટેલ સુવિધા ભાઈઓ માટે, વિધાર્થી નાં ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે એવો શૈક્ષણિક પ્રવાસ, કલામ કલરવ વાર્ષિક ઉત્સવ, ઇનોવેશન પર ભાર, પ્રદર્શનો, રાષ્ટ્રીય પર્વો ની ઉજવણી, પેરેટન્સ ની વર્ચ્યુલ નજર સામે બાળક નો વિકાસ અહીં જ શક્ય છે. અને આ તો હજુ શરૂઆત છે. તમારા બાળકો માટે વિજ્ઞાન પ્રવાહ નાં દરવાજા ખોલવા ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ આગામી સમયમાં આવી રહ્યો છે.  જ્યારે સામાન્ય પ્રવાહ ધો૧૨ માં આ વર્ષ થી પ્રથમ બેચ ડંકો વગાડવા તૈયાર છે. આટલી જ્વલંત સિદ્ધિ મેળવ્યાં છતાં શાળા એવું જ માને છે કે ‘ વિદ્યા વિનય થી શોભે છે 

Related Posts