fbpx
અમરેલી

સંવેદનશીલ સરકાર ના ધારાસભ્ય ફોટા પડાવવા અધિરા વડોદરા બોટ દુર્ઘટના માં મૃતક બાળકો મલાજો પણ ન જાળવ્યો ધારાસભ્ય તળાવીયા સોશ્યલ મીડિયા માં ટોલ નતનવા ફોટો જીવી કમો જેવા નામો નવજતી થી કૉમેન્ટ

બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ પુર્વ પ્રમુખ બીપીનકુમાર ડી.વસાણી એ લાઠી બાબરામાં નબળા પુરવાર થયેલા ધારાસભ્ય મોતનો મલાજો પણ જાળવી શકયા નથી, દુ:ખદ બાબત છે બિપીનભાઇ વસાણી પુર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શ્રી મુકેશભાઇ ભાલીયા. પુર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત ના અગ્રણી એ સંવેદનશીલ સરકાર ના ધારાસભ્ય ની ફોટા પડાવવા ની લાલચા સતત પ્રસિદ્ધિ માટે જ દેખાતા ધારાસભ્ય તળાવીયા એ તાજેતર માં વડોદરા બોટ દુર્ઘટના માં અસંખ્ય શિશુ ઓમાં મોત નો મલાજો પણ ન જાળવતા ભારે નારાજગી પ્રસરી હતી કોંગ્રેસના અગાઉનો ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે લાઠી અને બાબરા વિસ્તારનાં અનેક રસ્તાઓ મંજુર કરી આ વિસ્તાર એક મહત્વનો વિસ્તાર બનાવ્યો છે.

તેમના મંજુર થયેલા રસ્તાનાં કામો ૫ વર્ષે પુરા થશે તો લાઠી – બાબરા એક મહત્વનો વિસ્તાર બનશે તેવી લોકોમાં એક આશા છે. પંચાળ વિસ્તારને રૂપકડો વિસ્તાર બનાવવા માટે અનેક રાયધોરીમાર્ગ, પહોળાઇ વાળા રસ્તા તેમજ નોન પ્લાન રસ્તાઓ મંજુર કરાવી આ વિસ્તારને જે મહત્વનો વિસ્તાર બનાવ્યો છે તેના અમો સાક્ષી છીએ તેમ જણાવી શ્રી બીપીનભાઇ વસાણી અને મુકેશભાઇ ભાલીયા એ એક પ્રેસ વિજ્ઞપ્તિ સાથે જણાવ્યું હતુ કે, એક વર્ષમાં લાઠી અને બાબરા વિસ્તાર માટે નબળા પુરવાર થયેલા ધારાસભ્ય ઉડીને આંખે વળગે તેવું એક પણ કામ મંજુર કરાવી શક્યા નથી. ત્યારે અગાઉનાં ધારાસભ્યે મંજુર કરેલા કામોના ખાતમુહુર્ત કરી રહ્યા છે સરકાર તેમની છે ખાતમુહુર્તનો વિરોધ ન હોઇ શકે પરંતુ વડોદરા હરણી ખાતે ૧૪ વિદ્યાર્થીઓ અને એક શિક્ષક મોતને ઘાટ ઉતર્યા છે તેમની અંતિમ ક્રિયા પણ બાકી છે તેવા સમયે નબળા પુરવાર થયેલા અને કમા ની છાપ વિસ્તારમાં પડી છે

એવા ધારાસભ્યએ પ્રતિષ્ઠાની લ્હાયમાં મોતનો મલાજો પણ જાળવાનો ભુલ્યા છે આવા સમયે શોક જાળવવાને બદલે ધારાસભ્ય તેમજ ભાજપનાં કાર્યકર્તાઓ કર્યા મોઢે ખાતમુહુર્ત કરી રહ્યા છે તેવા વૈધક પ્રશ્ન સાથે પંચાળની જનતા, બાબરા તાલુકાની જનતા અને લાઠી તાલુકાની જનતા તેમજ સંસ્કારની વાત કરનારા પાર્ટીના ધારાસભ્ય તેમજ કાર્યકર્તાઓ આ કયાં સંસ્કાર છે તે જનતા જાણવા માંગે છે તેમ જણાવી શ્રી વસાણી અને શ્રી ભાલીયા એ અંતમાં જણાવ્યું હતું કે કશું ન કરી શકો તો કાંઇ નહી પરંતુ તમારા પાપે અનેક નવલોહીયા મોતને ઘાટ ઉતરી રહ્યા છે તેમનો તો મલાજો જાળવો તેમના વાલીઓ જે સિંચો નાખી રહ્યા છે તે ૨૪ કલાકમાં કેમ ભુલી રહ્યા છો તેવા દુ:ખ સાથે આ નિવેદનમાં જણાવ્યું 

Follow Me:

Related Posts