ગુજરાત

સમગ્ર ગુજરાતમાં આશરે આટલી મોટી સંખ્યામાં છે બાળકો કુપોષીત, લાખોમાં છે સંખ્યા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે સુપોષણ અભિયાન અંતર્ગત આજે બાળકોને સુપોષીત કરવા બાળ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યુંછે ત્યારે મોટી સંખ્યા માં બાળકો કુપોષિત રાજ્યમાં છે.    આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગુજરાત રાજયમાં દરેક બાળકોને સુપોષિત કરવાની હાંકલ બાદ કુપોષિત બાળકોને સુપોષીત કરવા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂઆત કરવામાં આવી છે.    સમગ્ર ગુજરાતમાં આશરે 48,312 બાળકો અતિ કુપોષીત બાળક છે અને અંદાજે 13 લાખ બાળકો કુપોષીત છે આ બધા બાળકોને ત્રણ મહિનાની અંદર કુપોષણમાંથી બહાર લાવવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સુંદર આયોજન કર્યુ છે.    દરેક શહેર અને જીલ્લામાં દરેક કાર્યકર કુપોષીત બાળકોને દત્તક લઇ બાળકોને સુપોષીત આહાર અને 200 ગ્રામ દૂઘ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ડૉક્ટર સેલના સંયોજક ડૉ.ધર્મેન્દ્રભાઇ ગજ્જર અને મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રીમતી ડૉ. શ્રદ્ધાબેન રાજપુત અને તેમની ટીમ દ્વારા કુપોષીત બાળકોને માર્ગદર્શન આપવું, આહાર કેવો આપવો તેની માહિતી આપી તેમજ જરૂર પડે તો દવાનું માર્ગદર્શન પણ આપશે તેવી વ્યવસ્થા ગુજરાતમાં ભાજપના કાર્યકરોએ કરી છે. 

Follow Me:

Related Posts