વડોદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો લઈને નિકળેલા ટેમ્પાને માંજલપુરની બે સસ્તા અનાજની દુકાનો પર શિડ્યુલ મુજબ ૪ કલાકમાં જથ્થો ઉતારી શકાય તેમ હોવા છતાં આરોપીઓએ ૬૯ મિનિટમાં જ જથ્થો ઉતાર્યાનું અને ત્રણ અલગ-અલગ સ્થળોએ એક જ સમયે એન્ડ ટ્રીપ કરી હોવાનું જાેવા મળ્યું હતું. નિગમના ટેમ્પામાં જીપીએસ ટ્રેકીંગ મોનીટરીંગ સીસ્ટમની ફાર આઈ એપમાં આરોપીઓએ છેડછાડ કરીને રૂટ બદલી જથ્થો ડાયવર્ટ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પુરવઠાની તપાસમાં ગોડાઉનથી નીકળેલા ટેમ્પોનું જીપીએસ ચેક કરતાં ટેમ્પો નિયત રૂટ પર બતાવ્યો હતો જાે કે સીસીટીવી જાેતાં ૧૧ઃ૦૫ કલાકે અકોટા પોલીસ લાઈન તરફ ગયો હોવાનું દેખાય છે. ત્યારબાદ ટેમ્પો ખાલી હોવાનું દેખાતું હતું.
આ રીતે અન્ય લોકેશનોમાં પણ ગેરરીતી ઝડપાઇ હતી. ટેમ્પાના ચાલકે જથ્થો પહોંચાડ્યાની સાબિતી તરીકે ઈપીઓડી લેવાની હોય છે. જમાં બંને વ્યાજબી ભાવની દુકાનોનો જથ્થો કોઈ એક જ દુકાનદારનો ફોટો અપલોડ કરેલો હોવાનું જાેવા મળ્યું હતું. આમ પુરવઠાના ગોડાઉનથી નિકળેલો ટેમ્પામાંથી જીપીએસ સીસ્ટમ દુર કરીને અલગ જ દુકાને લઈ જવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ ભરીને નીકળેલા ટેમ્પામાં જીપીએસ સિસ્ટમ સાથે છેડછાડ કરીને રૂા.૮ લાખનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના ગુનામાં પુરવઠા નિરીક્ષક દ્વારા ધી માંજલપુર કો.ઓપ.સોસાયટી લિ. અને શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ. સસ્તા અનાજની દુકાનના સંચાલક સહિત કુલ ૮ લોકો વિરુદ્ધ સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે
. પુરવઠા નિરીક્ષક શબ્બીર મહંમદ દિવાનની ફરિયાદ મુજબ, ૧૮ જુલાઈએ દરોડો પાડતાં સંચાલક નરેશ જગદીશચંદ્ર અગ્રવાલની ધી માંજલપુર કો.ઓ.સો.લિ. દુકાનમાં ઘઉંમાં ૭૧૮ કિલોની વધ, ચોખામાં ૧૧,૫૫૨ કિલો ઘટ, ખાંડમાં ૧૫.૭૦૦ કિલો વધ મળી હતી. પ્રમુખ ઈશ્વર ખુમાનસિંહ સોલંકીની શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ.ની સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં ૩૬૨૨ કિલોની ઘટ, ચોખામાં ૧૪,૫૨૧ કિલો ઘટ અને ખાંડમાં ૨૫૭.૦૪૦ કિલોની ઘટ હતી.
તપાસમાં પુરવઠાના ગોડાઉનથી અનાજ ભરીને નીકળેલા ટેમ્પાએ માંજલપુર કો.ઓ.સો.લિ.માં ૧૭ જુલાઈએ ૧૦૦૦ કિલો ઘઉં, ૧૮,૬૦૦ કિલો ચોખા પહોંચાડ્યા હતા. શ્રીનાથ કો.ઓ.ક.સો.લિ.ની દુકાનમાં ૯૫૦ કિલો ઘઉં, ૩૮૫૦ કિલો ચોખા અને બીજા રાઉન્ડમાં ૬૫૦ કિલો ઘઉં અને ૩૯૫૦ કિલો ચોખા આપ્યા હતા. નિરીક્ષકે હુજરાતપાગાના ગોડાઉનથી ૧૭ જુલાઈએ સવારે, સાંજે અનાજ લઈ નિકળેલા ટેમ્પાના જીપીએસ લોકેશન, રૂટના સીસીટીવી જાેતાં ટેમ્પો દુકાનો સુધી ન પહોચીને ક્યાંક બીજે જ અનાજ ખાલી કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.


















Recent Comments