અમરેલી

સાવરકુંડલાના ગામડોમાં જન આશીર્વાદ લેતા ધારાસભ્ય અને લોકસેવક પ્રતાપ દૂધાત 

સાવરકુંડલા તાલુકા ના મેંકડા, ફીફાદ અને વાશીયાળી ગામમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા ગામો માં જન સંપર્ક કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.અને ગામો ગામ થી પ્રતાપ દૂધાત ને આશીર્વાદ મળી રહ્યા છે, અને લોકો દ્વારા પ્રતાપ દૂધાત નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પ્રતાપ દુધાતને કોરોના સમયે વાવાઝોડા અને અન્ય સરકારી યોજનામાં પોતાના કાર્યાલયે લોકો માટે હરહંમેશ માટે ખુલ્લું હોય છે જેથી ગામડાના લોકો ધારાસભ્ય ની કામગીરી થી ખૂબ ખુશ છે.

આ જન આશીર્વાદ માં સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઇ ગીડા, અશ્વિનભાઈ ધામેલિયા, કુમનભાઇ રૈયાણી,  ભૌતિકભાઈ સુહાગીયા, પંકજભાઈ ઉનાવા, દાનુંભાઈ ખુમાણ,  તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક અને આશીર્વાદ મેળવી રહ્યા છે આ તમામ ગામો માં ઉમેદવાર શ્રી પ્રતાપભાઈ દૂધાત નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા પ્રચંડ સમર્થન માટે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, અને ગામડાઓમાં પણ કામ થી ઓળખાઈ રહ્યા છે, લોકોના આશીર્વાદ મળી રહ્યા છે.  

Related Posts