અમરેલી

 સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની દોહિત્રી જૈનીબેન બનજારાએ ગીત સંગીત ક્ષેત્રે અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી.

જ્યારે સમગ્ર સાવરકુંડલા રામમય થઈ ગઈ છે ત્યારે ગતરોજ સાવરકુંડલા શહેરમાં પણ ભગવાન શ્રી રામજીની સ્તુતિ સંદર્ભે એક શામ મેરે રામ કે નામ એ વિષય અંતર્ગત અહીં મહુવા રોડ પર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા એક ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ પાંત્રીસ જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં દોલતી ખાતે મ. શી તરીકે ફરજ બજાવતા જતીનભાઈ બનજારાની સુપુત્રી અને સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની દોહિત્રી જૈનીબેન બનજારાની મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેંગે ગીત દ્વારા વાતાવરણને રામમય બનાવી દીધું હતું. આ સ્પર્ધામાં જૈનીબેનને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરતાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ઉપસ્થિતિમાં ધારાસભ્યના વરદ હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા સુપ્રસિદ્ધ સંગીત શિક્ષક અરવિંદભાઈ શેલડિયા અને આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદ્રેશભાઈ બોરી આગર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત રચનાના  શબ્દો સંગીત અને સૂર દ્વારા ઉપસ્થિત શ્રોતાગણ મંત્રમુગ્ધ થતો જોવા મળેલ. 

વિશેષમાં જૈનીબેનની કેળવણી માટે તેના મમ્મી ડીંપલબેન પોતાની સરકારી નોકરી છોડીને સતત માર્ગદર્શન આપે છે. આમ પણ બાળ ઉછેર અને સાચી દિશામાં બાળકની કેળવણી એ ખરેખર પડકાર સમી બાબત છે પરંતુ જતીનભાઈ અને ડીંપલબેન તેની સુપુત્રી માટે યોગ્ય માર્ગદર્શન આપતાં રહે છે. જૈનીબેન હાલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. તેણી સંગીત ઉપરાંત શિક્ષણ અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ હોંશભેર ભાગ લે છે. આમ બાળકનો સર્વતોમુખી વિકાસ કરવો હોય તો બાળકને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં પણ પ્રાવિણ્ય કેળવવું જોઈએ. સાવરકુંડલા ગુરૂકૂળના આચાર્યા અર્ચનાબેન કણકોટિયા અને જૈનીબેનના વર્ગ શિક્ષક દક્ષાબેન જોષી તથા તેણીના સંગીત માર્ગદર્શક ભક્તિબેન પરમારે જૈનીબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં સાવરકુંડલા ગુરૂકૂળના વડા ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીજીએ પણ તેણીની આ સિધ્ધિને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતાં.

Related Posts