fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે સ્વાગત કરવામાં આવ્યું.

હિન્દુત્વની એકતા અને અખંડિતતા માટે સદાય તત્પર સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું સાવરકુંડલા શહેરમાં આગમન થયું હતું ત્યારે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામચંદ્ર સહિત રામ દરબારનું નગરપાલિકા સદસ્ય પતિશ્રી ભુપતભાઈ પાનસુરીયા, ભાવેશભાઈ કવા, ભાજપ અગ્રણી શ્રી પ્રકાશભાઈ મૈસુરીયા, શ્રી સવજીભાઈ ચૌહાણ, શ્રી બળવંતભાઈ મહેતા, શ્રી અગ્રાવત સાહેબ, શ્રી અશોભાઈ વેકરીયા, શ્રી અશ્વિનભાઈ, શ્રી લલીતભાઈ મારુ સહિત કાર્યકર્તાઓ દ્વારા ફુલહારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધર્મ, સંસ્કૃતિ અને વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં હિન્દુત્વની એકતા અને અખંડિતતા માટે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન હૃદયના ભાવથી નમન કરું છું.

Follow Me:

Related Posts