અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ડીમોલેશન બાદ ફરી દબાણ કરનારાઓને 10 દિવસ માં દબાણ દૂર કરવા નોટિસ પાઠવી.

સાવરકુંડલા નગરપાલિકા કચેરી દ્વારા શહેરનાં નગરજનોની જાહેર સુખાકારી વધે અને રસ્તા પર અવરજવર કરવામાં સરળતા રહે તે માટે નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જાહેર રસ્તાના કામો હાથ ધરવામાં આવેલ છે. પરંતુ આવા જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે દબાણ થવાથી જાહેર જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી અને તેનાંથી સરકારની યોજનાઓનો લાભ લોકોને પૂરતા પ્રમાણમાં મળી શકતો નથી તેમજ ટ્રાફીકની સમસ્યા પણ ઉભી થાય છે અને અવારનવાર અકસ્માતના બનાવો પણ બનવા પામે છે.

જેથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટિસ થી જાણ કરવાની કે આ જાહેર નોટીસ ના દિવસ દસ માં જે વ્યક્તિઓ દ્વારા નગરપાલીકા વિસ્તારમાં આવેલ તમામ જાહેર રોડ તેમજ ખુલ્લી જગ્યા ઉપર ગેર કાયદેસર રીતે બનાવવામાં આવેલ છાપરા, કેબીનો, માલસામાન, ઓટા કે અન્ય કોઈ સ્વરૂપનું દબાણ કરેલ હોય તો તે હટાવી જમીન ખુલ્લી કરવા જાણ કરવામાં આવે છે. અન્યથા આગામી સમયમાં કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય સમગ્ર તંત્ર સાથે સંકલનમાં રહી નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ જાહેર રોડ તેમજ જાહેર ખુલ્લી જગ્યા ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ પેનલ્ટી દંડ વસુલ કરી જમીન ખુલ્લી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે .જે અંગેના તમામ જાતના ખર્ચ તથા પરિણામ ની તમામ જવાબદારી જે તે ગેરકાયદેસર દબાણ કર્તા ની અંગત રહેશે. જેની ગંભીર નોંધ લેશો તેવી જાહેર નોટિસ ચીફ ઓફીસર, સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે.

Related Posts