સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે હાઈસ્કૂલમાં “તમાકુ વિરોધી નિબંધ” સ્પર્ધાનું થયું આયોજન…
“રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી તમાકુ વિરોધી નિબંધ સ્પર્ધાનું આયોજન તારીખ ૨૧-૧૨ -૨૩ ના રોજ શ્રી કે કે હાઈસ્કૂલના પ્રાર્થના ખંડમાં યોજાય, જેમાં શ્રી કે.કે હાઈસ્કૂલના ધોરણ ૯ થી ૧૨ના કુલ ૩૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી અને ડૉ.નિસાર સવટ અને ડૉ.જિજ્ઞાબેન પટેલ તથા રોજીબેનની વિશેષ ઉપસ્થિતિમાં નંબર મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,જેમાં ૧૨ સાયન્સના વિદ્યાર્થી બાર રાજદીપ બાલાભાઈ પ્રથમ નંબર, વાળસુર ભૂમિકા દિનેશભાઇ દ્વિતીય નંબર તથા ૧૧ આર્ટ્સના વિદ્યાર્થી મકવાણા મહેશ વિનુભાઈ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિબંધ સ્પર્ધાનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા બહેન વર્ષાબેન પટેલે સુંદર રીતે કર્યું હતું. નંબર મેળવનાર તથા ભાગ લેનાર અને સંચાલક શ્રીને શાળાના પ્રિન્સિપાલ ચેતનકુમાર ગુજરીયાસાહેબે તથા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments