સાવલી પંથકમાં ૫૫ વર્ષની વિધવા પર ૩૨ વર્ષના યુવકે રાત્રીના સમયે તેના ઘરમાં ઘૂસી જઇ દુષ્કર્મ કર્યું હતું. વિધવાએ મદદ માટે ૧૮૧ મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. અભયમની ટીમે પહોંચી આપવીતી જાણ્યા બાદ સાંત્વના આપી સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ ગઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સાવલી પાસે ગામમાં રહેતી ૫૫ વર્ષની મહિલાના પતિનું ૫ વર્ષ પહેલાં અવસાન થયું હતું. મહિલાના ૨ પુત્ર છે અને તેઓ અન્ય સ્થળે ફેક્ટરીમાં કામ કરી ગુજરાન ચલાવે છે અને મહિલા મજૂરી કરે છે. ગુરુવારે ગામમાં લગ્ન યોજાયું હતું, જેમાં વિધવા કામ કરવા ગયા બાદ પરત આવી ઘરે સૂતી હતી. દરમિયાન પ્રવિણ ઉર્ફે ચંપક પરમાર રાત્રીના અંધકારમાં તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે વિધવાને પકડી લઇ મોઢામાં ડૂચો મારી દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ વિધવાએ આ મામલાની જાણ પોતાની બહેનને કરી હતી.
બંને બહેનોએ મદદ મેળવવા અભયમ ૧૮૧ મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. જેથી અભયમ દ્વારા પોલીસ અને ૧૦૮ એમ્બુલન્સને જાણ કરાઈ હતી. ટીમ મહિલા પાસે પહોંચી હતી અને તેને સાંત્વના આપી ગુનાની ગંભીરતા જાેતાં સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા લઇ ગઇ હતી. પોલીસે દુષ્કર્મ કરનારા શખ્સની સામે ગુનો નોંધ્યો હતો.
સાવલીમાં ૫૫ વર્ષની વિધવા પર યુવકે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરતા ખળભળાટ

Recent Comments