જિલ્લાના દામનગરથી ભુરખીયા તરફ જતા રસ્તા પર ઓવરબ્રીજની કામગીરીને લઈને તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વૈકલ્પિક રૂટ-૧ મુજબ લાઠી-ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરૂકુળના આગળના ભાગેથી બજરંગનગર-છભાડીયા ફાટકથી વાયા અવાડા ચોકથી નગરપાલિકા મેઈન રોડ પરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૨ મુજબ ઢસા-દામનગર તરફથી આવતા વાહનોએ નગરપાલિકા મેઈન રોડ-અવાડા ચોકથી,છભાડીયા ફાટક વાયા બજરંગનગર થઈને ગુરૂકુળના આગળના ભાગેથી લાઠી-ભુરખીયા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૧૫.૦૫.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.














Recent Comments