અમરેલી

સાવરકુંડલા શહેરમાં નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પરથી પસાર થતા તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

સાવરકુંડલા શહેરમાં નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પરથી પસાર થતા તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

વૈકલ્પિક રૂટ-૧ મુજબ ચલાલ તરફથી આવતા નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન જવા માટે તમામ વાહનોએ ગઢીયા પેટ્રોલપંપ તથા કુદરતી ઉપચાર કેન્દ્ર વાળા રસ્તેથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૨ મુજબ જેસર રોડ તરફથી આવતા વાહનોએ રૂરલ પોલીસ સ્ટેશનથી નાવલી ચોક જવા માટે ગઢીયા પેટ્રોલપંપ તથા કુદરતી ઉપચાર કેન્દ્રવાળા રસ્તેથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૩ મુજબ ચલાલ તરફથી આવતા અને મહુવા રોડ તરફના વાહનોએ રીદ્ધિ-સિદ્ધી ચોકથી મહુવા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૧૫.૦૫.૨૦૨૬ સુધી અમલી રહેશે.

Related Posts