fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં એક યુવાને ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

સુરેન્દ્રનગરના જીનતાન રોડ માતૃછાયા હનુમાનજીની દેરી પાસે રહેતા યુવાને પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવાનને આવતાં ડરામણાં સ્વપ્નાથી આ પગલું ભર્યું હોવાનું અને પરિવારને પણ અન્ય કોઈ શંકા ન હોવાનું બહાર આવ્યું હતું. મયૂરરાજસિંહ ઉર્ફે ચિન્ટુ પ્રવીણસિંહ ઝાલા સુરેન્દ્રનગરમાં જ પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરીને પરિવાર સાથે રહેતા હતા. ૨૧ ફેબ્રુઆરીએ મયૂરરાજસિંહે ઘરે પંખા સાથે દોરી બાંધીને જીવન ટૂંકાવી નાંખતાં પરિવારજનો તેમજ વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

આ બનાવની જાણ થતા ઘટના સ્થળે બી-ડિવિઝનના ગણપતભાઈ દેવથળા, ગીરીરાજસિંહ રાઠોડ, દિલીપસિંહ મસાણી સહિતની ટીમ દોડી ગઇ હતી. અને મૃતકને ૧૫ દિવસથી ડરામણાં સ્વપ્નાં આવતાં હોવાથી ન તો તે કામ કરી શકતો કે ન તે રાત્રે સૂઈ શકતો હતો. મયૂરાજસિંહ નાના હતા ત્યારે પણ ડરામણાં સ્વપ્નાં આવતાં હતાં અને ધાર્મિક વિધિ કરાવતાં તે બંધ થઈ ગયા હતા. ફરીથી આ પરિસ્થિતિ સર્જાતા દિકરાએ આવુ પગલુ ભર્યાનું તેમજ બીજુ કોઇ કારણ ન હોવાનું પરિવારજનોના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતંુ.

Follow Me:

Related Posts