બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ ‘પઠાણ’ વિવાદોમાં ઘેરાઈ છે. હાલમાં જ રિલીઝ થયેલું ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ને લઈને એક નવો વિવાદ ઉભો થઈ રહ્યો ચે. સોશિયલ મીડિયા પર ફિલ્મને બૉયકૉટ કરવાની માંગ થઈ રહી છે, એવામાં અમુક લોકો એક્ટ્રેસના સપોર્ટમાં આવ્યા છે. પહેલા પ્રકાશ રાજ અને હવે સ્વરા ભાસ્કર દીપિકાનો સપોર્ટ કરતા દેશના રાજનેતાઓ પર નિશાન સાધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને નેતાઓને ટોણો માર્યો છે. તેણીએ લખ્યુ કે, “મળો આપણા દેશના સત્તાધારી રાજનેતાઓને… અભિનેત્રીના કપડાને જાેવામાંથી ફુરસત મળતી તો થોડું કામ પણ કરી લેતા?” આ ટ્વીટમાં સ્વરા ભાસ્કરે પોતાના અંદાજમાં નેતાઓ પર કોમેન્ટ કરી છે અને તેનું કહેવું છે કે નેતાઓને દેશના કામ કરવા કરતાં એક્ટ્રેસના કપડામાં વધારે રસ છે. સ્વરાની આ ટ્વીટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તમામ ઘટના વચ્ચે કોલકાતામાં શરુ થયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મમ ફેસ્ટિવલમાં શાહરુખ ખાનને પણ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે સ્ટેજ પર આડકતરી રીતે બૉયકૉટ પઠાણને નેગેટિવિટી પણ કહી દીધું છે અને તેનું કહેવું છે કે, “તે સકારાત્મક છે અને તેનાથી કોઈ અસર નથી થતી. દુનિયા શું કરી રહી છે તેનાથી ફરક નથી પડતો, અમારા જેવા લોકો હંમેશા પોઝિટિવ રહેશે, ભલે સ્થિતી ગમે તેવી હોય. હું ખુશ છું કે અમે જીવિત છીએ.” વળી, એક્ટર પ્રકાશ રાજે પણ દીપિકા પાદુકોણને સપોર્ટ કરતા ટ્રોલર્સનો ક્લાસ લીધો છે. પ્રકાશ રાજે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર લખ્યુ છે કે, ‘બેશર્મ મ્ૈંય્ર્ં્જીપ.જ્યારે ભગવા કપડા પહેરીને રેપિસ્ટને હાર પહેરાવે છે, હેટ સ્પીચ આપે છે, ભગવાધારી સ્વામી બાળકીઓના રેપ કરે છે, તો આ ઠીક છે, પણ ફિલ્મમાં ડ્રેસ નહીં ? બસ ખાલી પુછી રહ્યો છું, ધૃણિત…ક્યાં સુધી આપણે આવી વાતો સાંખી લઈશું.
Recent Comments