ભાવનગર મેયરશ્રી તથા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં શહેર આંગણવાડી ની ઘટક એક અને બે ની 316 બહેનોની બે દિવસીય તાલીમ નું આયોજન થયું ભાવનગર સંકલિત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા 8000 થી વધુ બાળકો સાથે કામ કરતી આંગણવાડી કાર્યકર બહેનોને સાધન શિક્ષણ અને બાળ વિકાસ વિષય એ વડોદરા સ્થિત નુતન બાલ શિક્ષણ ના અધ્યક્ષ શ્રી રચનાબેન દવે . તથા દક્ષના મૂર્તિ બાલમંદિર ના વિશેષ સહકારથી 180 થી વધુ મોન્ટેસરી સાધનોની તાલીમ આપવામાં આવી.. સ્વાતંત્ર સેનાની પ્રેમશંકર ભટ્ટ શિશુવિહાર બાલમંદિર ના પ્રાંગણમાં યોજાયેલ શિબિર પ્રસંગે બાલમંદિર પ્રશિક્ષણ અંગેની પુસ્તિકા નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગીય અધિકારીશ્રી સિંહા તથા તજજ્ઞો દ્વારા બહેનોને આઠ કલાકની રસપ્રદ તાલીમ આપવામાં આવેલ..
શિશુવિહાર પ્રાંગણમાં ભોજન અને અલ્પાહાર સાથે યોજાયેલ સમગ્ર તાલીમ નું સંકલન બાલમંદિરના આચાર્ય શ્રી પ્રીતિબેન ભટ્ટ અને પ્રોગ્રામ મેનેજર હીનાબેન ભટ્ટ દ્વારા થયું.


















Recent Comments