નાના પડદેથી બોલિવૂડની ફિલ્મોમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી હિના ખાન પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હિના ખાન તેના ચાહકો સાથે જાેડાઈ રહેવા માટે રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે. તાજેતરમાં જ તે આવી જ કેટલીક પોસ્ટ્સને કારણે જબરદસ્ત ચર્ચમાં છવાયેલી જાેવા મળી રહી છે. આ પોસ્ટ પછી, હિના ખાનના ચાહકો પૂછી રહ્યા છે કે શું તેને સગાઈ કરી લીધી? તે જ સમયે સગાઈની અફવાઓ સાથે ડાયમંડ રીંગ વાળી હિનાની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.
તાજેતરમાં જ હિનાના બોયફ્રેન્ડના રોમેન્ટિક ફોટા સામે આવ્યા હતા. હકીકતમાં, હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ફૂલોના ગુલ્સતા સાથે હાથમાં ડાયમંડ વીંટી ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. હિનાએ આ રિંગ સાથે જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તે જ સમયે, હિના આ હાથોમાં સફેદ અને ગુલાબી રંગના ગુલાબ સાથે જાેવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં હિના ખાને લખ્યું- ‘યે હાં હૈ! વેલેન્ટાઇન પર ઇસસે બેહતર ઓર ખૂબસૂરત ઓર કુછ નહીં હો સકતા થા’. આ કેપ્શન પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ રીંગને હિનાને વેલેન્ટાઇન ડે પર તેના બોયફ્રેન્ડ રોકી જયવાલ દ્વારા ગિફ્ટ કરવામાં આવી છે.
આ કેપ્શનમાં તેણે બ્રાન્ડનું પ્રમોશન પણ કર્યું છે. હિના ખાનની આ પોસ્ટથી ધમાલ મચી ગઈ છે, ચાહકો તેને પૂછતા જાેવા મળે છે, શું તેઓ ખરેખર સગાઈ કરી છે? રિલેશનશિપની વાત કરીએ તો હિના ખાન ઘણા સમયથી બોયફ્રેન્ડ રોકીને ડેટ કરી રહી છે. રોકી બિગ બોસમાં હિનાને સપોર્ટ આપવા પણ પહોંચ્યો હતો. આ સાથે જ હિનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું છે કે રોકી તેના માતા-પિતાને પણ પસંદ કરે છે. બંને એકબીજાના પરિવારને મળી ચુક્યા છે.
હિના ખાને બોયફ્રેન્ડ રોકી સાથે કરી સગાઈ? ડાયમંડ રીંગ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ

Recent Comments