fbpx
ગુજરાત

૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન, પ્રવાસીઓ માટે સાસણ ગીર સિંહોના દર્શન પર પ્રતિબંધ

સાસણ ગીર ખાતે આગામી ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન રહેશે. પ્રવાસીઓ માટે સિંહોના દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે સાસણ ગીરમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. સાસણ ગીર અને દેવડીયા પાર્કની મુલાકાત લેતાં હોય છે ત્યારે, અહીં સાસણ ગીરમાં ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. દરમિયાન મુલાકાતીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળ પણ હોય છે, તેથી વનવિભાગ દ્વારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts